અમિતાભ બચ્ચને નવી લગ્ઝરી કાર ખરીદતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા, લોકોએ કહ્યું- સોનુ સૂદ કરોડોની મદદ કરી રહ્યો છે અને તમે…
હાલમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને તેમના ઘરે આવેલાં નવા મેમ્બર વિશે જાણકારી આપી. સોશિયલ મીડિયા પર બિગ બીએ જણાવ્યું કે, તમને ઘરે વધુ એક કારની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે નવી લગ્ઝરી મર્સિડીઝ એસ-ક્લાસ કાર ખરીદી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બિગ બી તેમની નવી કાર સાથે જોવા મળી રહ્યાં છે. બિગ બી ભલે તેમની નવી કાર આવવાથી ઘણાં ખુશ હોય પરંતુ યુઝર્સને તે પસંદ આવ્યું નથી અને તેઓ સોનુ સૂદનું નામ લઈને બિગ બીને સલાહ આપી રહ્યાં છે.
બિગ બીએ કાર સાથે શો ઓફ કર્યું, તે લોકોને પસંદ આવ્યું નહીં અને તેમણે બિગ બીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જાણીતા પાપારાઝી વિરલ ભાયાનીના પોસ્ટ પર લોકો બિગ બીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. એક યુઝરે લખ્યું- એટલા જ પૈસા છે તો ડોનેટ કરો, પૈસા ઉપર લઈને જશો. ત્યારે બીજાએ લખ્યું- શો ઓફ કરે છે. એક યુઝરે લખ્યું- આ મહાનાયક બને છે અને સુશાંતને લઈને એકપણ પોસ્ટ કરી નથી.
પોસ્ટમાં એક યુઝરે સોનુ સૂદનું નામ લઈને અમિતાભ બચ્ચનને પાઠ ભણાવ્યો. એક યુઝરે લખ્યું- અત્યારે પણ એક બાળકની જેમ નવી કાર ખરીદીને ખુશ થઈ રહ્યાં છો.કંઈક સાર્થક કરો. સોનુ સૂદ લોકોની મદદમાં કરોડો ખર્ચી રહ્યો છે અને બિગ બી એક કાર પર એક કરોડ ખર્ચે છે. એકે લખ્યું- જીવનમાં સ્ટાર બનવું હોય તો સોનુ સૂદ જેવા બનો.
તમને જણાવી દઈએ કે, બિગ બીએ જે કાર ખરીદી છે, તે મંગળવારે ભારતમાં લોન્ચ થઈ છે. મળતી માહિતી પ્રમાણે તેની કિંમત 1 કરોડ 38 લાખ રૂપિયા છે. આ કારનું રજિસ્ટ્રેશ બિગ બીના નામથી થયું છે. બચ્ચન પરિવાર પાસે ઘણી કાર છે. રોલ્સ રોયસ જેવી કારના માલિક અમિતાભ બચ્ચનના કલેક્શનમાં વધુ એક કાર જોડાઈ ગઈ છે. આ કારનો નંબર MH02FJ4041 છે. જેનું કુલ ટોટલ 11 છે, જેને અમિતાભ બચ્ચન લકી નંબર માને છે. તેમનો જન્મદિવસ 11 ઓક્ટોબર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

