લદ્દાખ: રાહુલ ગાંધીને ઘાયલ સૈનિકના પિતાએ કહ્યું– નેતાગીરી ના કરો, ગૃહમંત્રી અમિત શાહે પણ સૈનિકના પિતાનો વીડિયો શેર કર્યો

ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા સંઘર્ષ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક જવાનના પિતાએ બરાબરનુ સંભળાવ્યું છે. લદ્દાખમાં ઘાયલ જવાનના પિતાએ પોતાના એક વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીને આ મુદ્દા પર નેતાગીરી ના કરવાની અપીલ કરી છે. આ વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને કહ્યું કે આ છદ્મ રાજનીતિ છોડીને દેશના હિતમાં સરકારની સાથે ઉભા રહો. ઉલ્લેખનીય છે કે અમિત શાહે એક ઘાયલ સૈનિકના પિતાનો વીડિયો રિટ્વીટ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શાહે જે બલવંત સિંહના વીડિયોને શેર કર્યો છે તેમનો એક વીડિયો શુક્રવારના રોજ રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો. જુઓ શનિવારના રોજ સામે આવ્યો વીડિયો…

રાહુલ ગાંધીને કહ્યું- આ રાજનીતિ સારી નથી

શનિવારના રોજ સામે આવેલા વીડિયોમાં બલવંત સિંહે રાહુલ ગાંધીને અપીલ કરતાં કહ્યું કે ભારતીય સેના એ સેના છે જે ચીનને હરાવી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગિરી ના કરો, આ રાજનીતિ સારી નથી. મારો દીકરો દેશ માટે લડ્યો છે અને સ્વસ્થ થયા બાદ આગળ પણ દેશ માટે લડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો