અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતીઓને મદદે આવ્યું, દર અઠવાડિયે મોકલશે 100 ઓક્સિજન કોન્સટ્રેટર

કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે ત્યારે ગુજરાતના નાગરિકો કોરોનાની દવા, ઓક્સિજનથી લઇ હોસ્પિટલમાં બેડ માટે ફાફા મારી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં લોકો માટે સૌથી મોટી મુશ્કેલી કોરોના દર્દીઓ માટે જરૂરી ઓક્સિજન છે. ત્યારે હવે ગુજરાતની પ્રજા માટે અમેરિકાથી મદદનો ધોધ વરસ્યો છે. અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ કોરોના મહામારીમાં ગુજરાતના નાગરિકોની વ્હારે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USAના ટ્રસ્ટીઓ-દાતાઓનો વતન પ્રેમ જોવા મળી રહ્યો છે. ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા ગુજરાતની પ્રજા માટે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલશે. અમેરિકાથી પ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલું કાર્ગોશીપ 05/05/21 બુધવારે અમદાવાદ એરપોર્ટ આવશે. અમેરિકન સરકારની ગાઈડલાઈન મુજબ દર અઠવાડિયે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત આવશે.

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે.

આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે.

રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન-USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે.

ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ 05/05/21ને બુધવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે.

આ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલાં એરકાર્ગો પાર્સલનું વિશ્વ ઉમિયાધામ મંદિર, જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સ્ટ્રેટર પહોંચાડવામાં આવશે.

આ સમગ્ર કામગીરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમેરિકાના કોર્ડીનેટર રસિકભાઈ બી.પટેલ, અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ, જે.પી. પટેલ, વિજયભાઈ પટેલ તેમજ USA યુથ કમિટીના ચેરમેન દિનેશ પટેલનું યોગદાન સર્વોત્તમ રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે તે માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો