અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને અમેરિકન યશોદાએ દત્તક લીધો છે.

ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા બે વર્ષથી કિશનને રાખવામાં આવ્યો હતો અહીં તેને દત્તક લેવાય તે માટે અમેરિકાના એક દંપતિએ ઓનલાઇન અરજી કરી હતી. બે વર્ષની લાંબી સરકારી પ્રક્રિયા બાદ આખરે કિશનને તેના દત્તક પાલક માતા-પિતા મળ્યા છે. કિશનને અમેરિકાના દંપતિએ દત્તક લીધો છે જેની સત્તાવાર જાહેરાત આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે. નિરાલાએ કિશનને તેના પાલક માતા-પિતાને દત્તક આપ્યો હતો. કિશનના પાસપોર્ટની માતા-પિતાને સોંપણી કરાઇ હતી.

અમેરિકાના સાઉથ કેરેલીના નિવાસી જ્હોન કાસ્ટીલ અને ક્રિસ્ટન કાસ્ટીલે પોતે દત્તક બાળક મેળવવાની શોધમાં હતા તેમની આ સફર સાત સમુદર પાર ગુજરાતના અમદાવાદ આવીને પૂર્ણ થઇ હતી. ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા દ્વારા બાળકને દત્તક આપવાની પ્રક્રિયા શરૃ કરી હતી. જેની સાથે કિશનને દત્તક લેવા માટે અમેરિકન દંપતિએ ભારત સરકારની દત્તક વિધાન ગાઇડલાઇન 2017ના પ્રકરણ 6ની 14થી 22 મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આજે કલેકટર કે. કે. નિરાલાની વિધિવત કિશનના પાસપોર્ટને સોંપીને અમેરિકન દંપતિને બાળક દત્તક આપ્યું હતુ. અમદાવાદ કલેકટરે જણાવ્યું હતુ કે, અમારા માટે ગર્વની વાત એ છે કે, આપણા બાળકને વિદેશી દંપતિએ દત્તક લીધું છે. તેમણે કિશનને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અમેરિકન દંપતિએ જણાવ્યું હતુ કે,’અમને કિશનના મા-બાપ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અમે ખુબ ખુશ છીએ.’

ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં કિશન જેવા 22 બાળકો

શહેરમાં નવજાત બાળકોને તકછોડી દેવામાં આવે છે. છાશવારે શહેરની કચરાપેટી કે રસ્તામાં નવજાત શિશુઓને ત્યજી દેવાના કિસ્સા સામે આવતાં રહે છે. આ પ્રકારે મળી આવેલા તરછોડાયેલા બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે તેઓને દત્તક આપવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે પછી માતા-પિતાનું બેકગ્રાઉન્ડ, નિસંતાન હોવું સહિત અનેક સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને દત્તક આપવામાં આવે છે. હાલમાં ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં ૨૨ બાળકો છે જેઓને લેવા માટે ઇચ્છુક માતા-પિતાએ અરજી કરી પડે છે.

અમેરિકન દંપતિના ખોળામાં રમતા કિશને આંખના ખૂણા ભીના કરી દીધાં

જન્મ દેનારા મા-બાપ ત્યજીને જતા રહ્યાં હતા પણ એક વર્ષના કિશનને તેની ખબર પણ નહીં હોય. આજે અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ રૃમમાં જ્યારે કિશન અમેરિકન દંપતિના ખોળામાં રમી રહ્યો હતો તે વેળાએ આ તેના ભાવિ પાલક માતા-પિતા હોય તેના બદલે તેમની કુખે જન્મ્યો હોય તેવી ખુશી તેના ચહેરા ઉપર દેખાતી હતી. આ કિશનની ખુશીની પળો જોઇ તેના જોનારાની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા. કિશન પાલક માતા-પિતા સાથે એટલો મિલનસાર દેખાતો હતો જાણે તે જન્મથી જ તેમના ખોળામાં ઉછર્યો હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો