અમેરિકન કંપનીનો આરોપ ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, ચીની સરકાર પર ઠોક્યો 20 ટ્રિલિયન ડૉલરનો દાવો
દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી ક્લેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં ડાયરેક્ટર શી ઝેનગ્લી અને ચીની સેનાનાં મેજર જનરલ છેન વેઈની વિરુદ્ધ દાવો માંડ્યો છે.
ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છે…
દાવો માંડનારાઓઓએ કહ્યું કે, “ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છે, જેના કારણથી આ વાયરસ ફેલાય છે અને આ કારણે તેમણે 20 ટ્રિલિયન ડૉલરનું વળતર માંગ્યું છે.” આટલું તો ચીનનું જીડીપી પણ નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચીને હકીકતમાં અમેરિકી નાગરિકોને મારવાનું અને બીમાર કરવાનું ષડયંત્ર રચ્યું છે.
મીડિયામાં આવેલા અનેક સમાચારોને આધાર બનાવ્યા
તેમનો આરોપ છે કે, “વુહાન વાયરોલોજી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા આ વાયરસ જાણી જોઇને છોડવામાં આવ્યો છે. ચીને કોરોના વાયરસનું નિર્માણ મોટી સંખ્યામાં જનસંહાર કરવા માટે કર્યું છે.” તેમણે કહ્યું કે, “જૈવિક હથિયારોને 1925માં જ ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા છે અને આને જનસંહારનાં આતંકી હથિયાર તરીકે જોઇ શકાય છે.” અમેરિકી કંપનીએ આ વિશે મીડિયામાં આવેલા અનેક સમાચારોને આધાર બનાવતા કહ્યું કે, “ચીનમાં ફક્ત એક માઇક્રોબાયોલોજી લેબ વુહાનમાં છે જે નોવેલ કોરોના જેવા અત્યાધુનિક વાયરસને પહોંચી વળી શકે છે. ચીને કોરોના વાયરસ વિશે આના નિવેદનોને રાષ્ટ્રિય સુરક્ષા પ્રોટોકોલનું બહાનું બનાવીને છુપાવ્યા છે.”
ફેલાતો જઇ રહ્યો છે કોરોના
તો WHOનાં પ્રમુખ ટેડરોસ અડાનોમ ગેબરેઇસસે ચેતવતા કહ્યું કે, “મહામારી ઝડપથી ફેલાઈ રહી છે અને COVID-19 પોઝિટિવ કેસોની સંખ્યા અને બીમારીથી મોતનો આંકડો વધતો જઇ રહ્યો છે. દુનિયામાં પોઝિટિવ કેસોની સંખ્યા 4,00,000થી વધારે અને 18,000થી વધારે લોકોનાં મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

