વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા દિવાલ બનાવવામાં આવી રહી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી છે. એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે ઝૂંપડપટ્ટી આવી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી તે માટે ઢાંકવા કોર્પોરેશન સાત ફુટ ઉંચી દિવાલ ચણી રહ્યુ છે. ત્યારે આ દીવાલનો વિરોધ ઝૂંપડપટ્ટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. સરણિયાવાર નામના આ વિસ્તારમાં ૫૦૦થી વધારે ઝૂપડપટ્ટી આવેલી છે. અને આ વિસ્તારમાં ૨ હજાર ૫૦૦થી વધારે લોકો રહે છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન ઝૂંપડપટ્ટી ન દેખાય તેનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન સૌદર્યકરણના નામે દીવાલ ચણી વૃક્ષો વાવવાની પણ તૈયારી કરી રહ્યુ છે.
Ahmedabad Municipal Corp is building a wall in front of slum along the road connecting Sardar Vallabhbhai Patel Intl Airport to Indira Bridge. The US Pres is scheduled to visit Ahmedabad during his 2-day India visit. Bijal Patel,Mayor says,"I haven't seen it,don't know about it". pic.twitter.com/moKjCy0M44
— ANI (@ANI) February 13, 2020
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર લાઇટિંગ લગાવવામાં આવશે. તેમજ રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે સમગ્ર રૂટ પર ફાયરબ્રિગેડની ગાડીઓ તહેનાત કરવામાં આવશે. રૂટ પરના દબાણો અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત
અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવાના છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

