અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનું અણઘડ આયોજન, રોડની વચ્ચે ગટરોના બીમ ઉભા કર્યા, રોડ બનાવતા સમયે આ ગટરના બીમ અંદર કેમ ન રાખ્યા? વાહન ચાલકોમાં અકસ્માતનો ભય
શહેરીજનોની રોડ-રસ્તા, ગટર અને પાણી સહિતની મુશ્કેલીઓ દૂર કરવા માટે કોર્પોરેશન કાર્યરત છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે લોકોને સગવડ નહિ પરંતુ અગવડો પડે છે જેનું ઉદાહરણ નિકોલ વિસ્તારમાં ગોપીનાથ એસ્ટેટ જવાના રોડ પર RCC(રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટ) રોડની વચ્ચે ઉભી કરવામાં આવેલી ગટરોના બીમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડની વચ્ચે ગટરોના બીમ ઉભા કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અચાનક રોડની વચ્ચે આવી ગટર જોતાં જ વાહન સાઈડમાં કરવું પડે છે. કોર્પોરેશને અણઘડ રીતે ગટરના બીમ બનાવી નાંખ્યા હોવાથી અકસ્માતનો મોટો ભય ઉભો થયો છે.
રોડ બનાવતા સમયે આ ગટરના બીમ અંદર કેમ ન રાખ્યા?
શહેરના નિકોલ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરથી ગોપીનાથ એસ્ટેટ જવાના રોડ પર આવેલા RCC રોડ પર વચ્ચે ચાર ગટરોના મોટા બીમ ઉભા કરી દેવામાં આવ્યા છે. રોડ પર જો પાણી ભરાઈ જાય અને આ બીમ ડૂબી જાય ત્યારબાદ કોઈ ગાડી કે બાઇકચાલક ત્યાંથી પસાર થાય તો અકસ્માતનો ભોગ બની શકે છે. કોર્પોરેશનના અધિકારીઓએ આ કેવી વ્યવસ્થા કરી છે તેવો સવાલ સ્થાનિકો પણ કરી રહ્યા છે. રોડ બનાવતા સમયે આ ગટરના બીમ અંદર કેમ ન રાખ્યા તેમજ રોડ કેમ એવી રીતે ન બનાવ્યો જેનાથી આ ગટરના બીમ લોકોને નડે નહિ.
રોડની જ વચ્ચે આ ગટર બનાવી દીધી
આ અંગે સ્થાનિકો જણાવ્યું હતું કે રોડ પર આવા ગટરના બીમ ઉભા કરી દીધા છે, જે કોર્પોરેશનની મોટી બેદરકારી છે આના કારણે અકસ્માત થઈ શકે છે. ગટર એવી રીતે બનાવવી જોઈએ કે જે રોડથી દૂર હોય આ તો રોડની જ વચ્ચે આ ગટર બનાવી દીધી છે. આ ગટર ઉભરાય તો પણ રોડની વચ્ચે જ પાણી નીકળે અને વાહનચાલકોને તેનાથી મુશ્કેલી પડી શકે છે. આ બીમ તાત્કાલિક દૂર કરી અન્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

