અમદાવાદમા AMCના ડમ્પરે કાંકરિયા પાસે એક્ટિવાને ટક્કર મારી, મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ મોત

મણીનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા ચાલક મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડમ્પરના ચાલકની અટકાયત કરી હતી.

કાંકરિયા ઉજાણી ગૃહ પાસે એએમસીના ડમ્પરે કેકે શાસ્ત્રી કોલેજના મહિલા પ્રોફેસર આરતીબેન ઝવેરી (ઉ.વ.34)ના એક્ટિવાને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું.

અકસ્માતને પગલે પોલીસની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

એક મહિનામાં ડમ્પરની અડફેટે ત્રીજું મોત

છેલ્લા 1 મહિનામાં મ્યુનિ.ના ડમ્પરની અડફેટે 3 વ્યકિતનાં મોત થયાં છે. સામાજિક કાર્યકર હર્ષદ પટેલે માંગણી કરી છે કે, ડમ્પરોના ડ્રાઈવરોનું બેફામ ડ્રાઇવિંગ લોકો માટે જોખમરૂપ છે. આ બાબતે ડમ્પરના શહેરમાં પ્રવેશવા માટે સમય નકકી કરવો જોઈએ અને બેફામ ડ્રાઈવરો સામે કડક પગલાં લેવાં જોઈએ જેથી નિર્દોષ નાગરિકોના જીવ જાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો