કોરોના મહામારીની બીજી લહેરમાં AMCએ RT-PCR, HRCT ફ્રી ટેસ્ટ બંધ કર્યા, કોવિડ સેન્ટરોમાં દર્દીઓ પાસેથી લૂંટ, ગરીબ દર્દીઓની કોઈ ચિંતા નથી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં રેકર્ડબ્રેક કેસ છતાં પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર વખતે મ્યુનિ. દ્વારા ૪૮ સિવિક સેન્ટરો ઉપર વિનામૂલ્યે RT-PCR ટેસ્ટ કરાતા હતા.

પાલડી ખાતે RT-PCR ટેસ્ટ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. શહેરની ત્રણ ખાનગી લેબોરેટરી ખાતે ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે HRCT ટેસ્ટ થતા હતા. જ્યારે હોટેલ કમ કોવિડ સેન્ટરોમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી. હવે કોરોનાના રેકર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે ત્યારે દર્દીઓએ સ્વખર્ચે RT-PCR અને HRCT ટેસ્ટ કરાવવા પડી રહ્યાં છે. એકપણ હોટેલ કમ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે સારવાર થતી નથી. હોટેલ કમ કોવિડ કેર કોઈપણ પ્રકારની સિલિંગ વગર બેફામ ચાર્જ વસૂલવામાં આવી રહ્યાં છે. 

શહેરની તમામ હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ ભરાઈ ગયા છે. ઓક્સિજન બેડ મળી રહ્યાં નથી. હોમ આઇસોલેશન અને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેમડિસિવિર ઇન્જેક્શન મળી રહ્યાં નથી. RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવતા ૨૪થી ૪૮ કલાકનો સમય લાગે છે. સરકારી કે મ્યુનિ.ની હોસ્પિટલમાં વિનામૂલ્યે સિટી સ્કેનના રિપોર્ટ થતા નથી. દર્દીઓએ સ્વખર્ચે સિટી સ્કેન કે HRCT ટેસ્ટ કરાવવા પડી રહ્યાં છે.

અમદાવાદમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે પણ લાઈનો લાગે છે. લોકો લાઈનમાં ઉભા હોય અને કીટ ખૂટી પડે છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૨૦ ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રિર્જવ કરાયા છે પણ કોઈ દર્દીઓને આ કવોટના બેડમાં દાખલ કરાતા નથી. જીફઁ હોસ્પિટલ સહિત મ્યુનિ.ની હોસ્પિટલમાં બેડ અંગેની માહિતી જાહેર કરાતી નથી. આ તમામ હોસ્પિટલમાં માત્ર ભલામણથી દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે.

ગરીબ દર્દીઓ માટે આ મ્યુનિ. હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવાયા છે. મ્યુનિ. દ્વારા વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા બંધ કરી દેવાઈ છે, તમામ ટેસ્ટ દર્દીઓએ સ્વ ખર્ચે કરાવવા પડે છે.

ગરીબ દર્દીઓની ચિંતા નથી, માત્ર જરૂરી ટેસ્ટ પાછળ ૬,૦૦૦નો ખર્ચ 

દર્દીને કોરોનાના લક્ષણો આવે તો તે એન્ટીજન ટેસ્ટ કરાવવા જાય છે પણ જો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાવવો પડે છે જેના રૂ.૭૦૦ થાય છે. આ રિપોર્ટ આવતા બે દિવસ થાય છે. આ સંજોગોમાં તાકીદે સારવાર માટે સીટી સ્કેન કરાવવો પડે છે જેનો ખર્ચ રૂ.૩૦૦૦ થાય છે સાથે અન્ય લોહીના રિપોર્ટ કરવો તો રૂ.૨,૦૦૦નો ખર્ચ થાય છે.

આવા ગરીબ દર્દીઓને કોરોનાના લક્ષણો આવે પછી તુરંત રૂ. ૫,૦૦૦થી ૬,૦૦૦નો ખર્ચ તો ટેસ્ટ પાછળ થઈ જાય છે. આ તમામ દર્દીઓને આ તમામ ટેસ્ટ વિનામુલ્યે થાય તેના બદલે મ્યુનિ.ના શાસકો કરકસરકરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો