સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનરે તમામ ટયુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યા

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ શહેરમાં આવેલાં તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ અપાયા છે. વિજય નહેરાએ ટ્વિટ કરી કહ્યું કે આપણે આવનાર સમયમાં કોઈ અન્ય અકસ્માત ના થાય એવા હેતુંથી તમામ ટ્યુશન ક્લાસિસ જ્યાં સુધી નવી સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવા આદેશ આપું છું. આ સાથે અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કરી ટ્યુશન ક્લાસિસ, ડાન્સ ક્લાસિસ અને સમર ક્લાસિસ સહિત તમામ ક્લાસિસ બંધ કરવા ના આદેશ અપાયા છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો