કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રહેશે, તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ થશે
અરવલ્લીના અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મા અંબાના ધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પદ યાત્રા કરીને પધારે છે. જેથી ભાદરવી પૂનમનું વિશિષ્ટ મહાત્મ્ય છે. પરંતુ આ વર્ષે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો સમયગાળો છે. પરંતુ શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ રાખવાને કારણે હવે ભક્તો ઘરેથી જ માતાજીનું પૂજન અર્ચન કરી શકે તેવી વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ માધ્યમ દ્વારા કાર્યક્રમો લાઈવ જોઈ શકશો
ભાદરવી પૂનમના સમયગાળા દરમિયાન વિવિધ ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરના ગર્ભગૃહની આરતી-દર્શનનું લાઈવ પ્રસારણ, ગબ્બર દર્શન, સહસ્ત્ર ચંડીમહાયજ્ઞનું લાઈવ પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે. જે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ, ટ્વિટર તથા લાઈવ સ્ટ્રિમિંગ દ્વારા દર્શનનો લાભ લઈ શકાશે.
કયા કયા કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ થશે
આ લાઈવ પ્રસારણમાં માતાજીની ગર્ભગૃહની સવાર-સાંજની આરતી તેમજ સમયાંતરે માતાજીના દર્શન, ચાચરચોકમાં, સહસ્ત્ર ચંડીમહાયજ્ઞ, ગબ્બર દર્શન, નૃત્ય મંડપ-યજ્ઞશાળામાં યોજાનારા કાર્યક્રમ તેમજ ગત વર્ષના સાંસ્કૃતિક કાર્યક્રમોનું સવારના 7:30 વાગ્યાથી મંદિર મંગળ થાય ત્યાં સુધી ઓનલાઈન લાઈવ પ્રસારણ થશે.
ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં સાત દિવસ હોમાત્મક સહસ્ત્ર ચંડીમહાયજ્ઞ
- 51 શક્તિપીઠના તેમજ યજ્ઞશાળાના બ્રાહ્મણો દ્વારા આ મહાયજ્ઞ કર્મ કરવામાં આવશે.
- બ્રાહ્મણો દ્વારા સહસ્ત્ર ચંડીમહાયજ્ઞ કરવામાં આવશે.
- 40 બ્રાહ્મણો દ્વારા 5 દિવસ સુધી રોજના 1000 ચંડીપાઠ કરાશે.
- વિશ્વશાંતિ અર્થે 10 લાખ જાપ કરાશે.
- આ અગાઉ દેવસ્થાન ટ્રસ્ટમાં 1994માં શિખર કળશ સ્થાપન સમયે સહસ્ત્રચંડી મહાયજ્ઞ થયો હતો. જેથી આ વર્ષે તેનું અદ્યાત્મિક મહત્નવ છે.
21 ઓગસ્ટ સુધીમાં 1400 ધજાઓ મોકલવામાં આવી
ભાદરવી પૂનમમાં લાખો યાત્રિકો પોતાના વતનથી પદયાત્રા કરીને મા અંબાને નવરાત્રિમાં ઘરે પધારવા નિમંત્રણ પાઠવવા આવે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રજીસ્ટર થયેલા સંઘોને અને જરૂરિયાતયુક્ત સંઘોને માતાજીના ચાચર ચોકમાં પૂજન કરેલી ધજા ભાદરવી પૂનમીયા સેવા સંઘ ટ્રસ્ટ અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 21 ઓગસ્ટના રોજ 1400 ધજાઓ મોકલવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

