શિયાળામાં મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને થાય છે ગજબના ફાયદા, એકવાર જાણશો તો, રોજ ભૂલ્યા વિના ખાશો

મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થૂ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે. મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ગજબના ફાયદા મળે છે. જેને જાણીને તમે રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો.

મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે.

મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને લોહતત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે.

મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે.
દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસથી ઝડપી છૂટકારો મળી શકે છે.

મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ, શરદી-ખાંસીની સમસ્યા થતી નથી. સાથે જ ઈમ્યૂનિટી પણ વધે છે. તે શરીરમાં સોજા અને બળતરાની સમસ્યાને દૂર કરે છે.

મૂળામાં પોટેશિયલ સારા પ્રમાણમાં હોય છે. જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે.

હાર્ટ માટે પણ લાભકારી છે મૂળા. તે એન્થોસાયનિનનો સારો સોર્સ છે. રોજ મૂળા ખાવાથી હાર્ટ સંબંધી રોગો દૂર રહે છે. મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે.

મૂળામાં ફાયબર સારા પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી શરીરમાં ફાયબરની કમી થતી નથી અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. મૂળા લિવર અને ગોલ બ્લેડરને પણ હેલ્ધી રાખે છે.

મૂળા મેટાબોલિઝ્મને પણ સુધારે છે. તેને ખાવાથી એસિડિટી, સ્થૂળતા, ગેસ્ટ્રિકની સમસ્યામાં રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો