હિંમતનગરના કનાઈ ગામે કોલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીના આપઘાતથી ચકચાર, મોબાઈલ ચેક કરતા મોટો ધડાકો થયો
હિંમતનગરના કનાઈ ગામે કોલેજમાં ભણતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવતીના અંતિમ સંસ્કાર બાદ તેના મોબાઇલમાંથી વિધર્મી યુવકના મેસેજ મળતાં પરિવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ કેસમાં પોલીસના ઢીલા રવૈયાથી પરિવાર તથા ગામના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મોબાઈલમાં મળ્યા વિધર્મી યુવકના મેસેજ
આપઘાત બાદ દીકરીની અંતિમવિધિ કરી પરિવાર ઘરે આવ્યા બાદ તેનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં એક વિધર્મી યુવકના મેસેજ જોવા મળ્યા હતા. હાલ પોલીસે હિંમતનગરના કનાઇ ગામના વિધર્મી યુવક મસી અહેમદ અબ્બાસ (26)ને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે: પોલીસ
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીના અંતિમ સંસ્કાર બાદ મોબાઇલમાં મળેલ મેસેજને પગલે પરિવારજનો આવ્યા હતા અને તેમાં તથ્ય જણાતાં ગુનો નોંધી યુવકને પકડી લેવાયો છે. મોબાઇલની ફોરેન્સિક તપાસ કરી બીજુ કંઇ વાંધાજનક ડિલીટ થઇ ગયું હશે તો તે રિકવર કરવા પણ પ્રયાસ કરાશે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.
મહિલા સાથે અડપલા કરતા વકીલ સામે ફરિયાદ
બીજી એક ઘટનામાં હિંમતનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઈને શહેરના જ વકીલે ઘર જોવાના બહાને ઘૂસી જઈને છેડતી કરવાનો પ્રયાસ કરતા વકીલ સામે હિંમતનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વકીલ આલમમાં ખબર પડતાં અનેક કાયદાના જાણકાર લોકોએ તેની વકીલના આ કૃત્ય પર ફીટકાર વરસાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

