રાજકોટમાં સંબંધ રાખવાની ના પાડી દેતાં પ્રેમીએ પોતાના માથામાં દારૂની બોટલ ફોડી, પતિને લફરાંની જાણ થશે તેવો ડર લાગતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ: પતિને લફરાંની જાણ થઈ જશે તેનો ડર લાગતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિણીત પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ પોતાના માથામાં દારૂની બોટલ ફોટી હતી. પરિણામે પતિને પોતાના સંબંધની જાણ થઈ જશે તેવો ડર લાગતા મહિલાએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જામનગર રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીના લગ્ન થઈ ગયા છે અને તે ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે જોબ કરે છે. 6 મહિના પહેલા તેને બજરંગવાડી વિસ્તારમાં રહેતા રવિ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. જે થોડા સમય બાદ મિત્રતામાં પરિણમ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ દરમિયાન અણબનાવ થતાં પરિણીતાએ પ્રેમી સાથે સંબંધો રાખવાની ના પાડી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અહેવાલો મુજબ 20 મે 2021ના રોજ પરિણીતા હોસ્પિટલમાં જોબ પર હતી ત્યારે રવિએ તેને ફોન કર્યો હતો અને હોસ્પિટલની બહાર મળવા માટે બોલાવી હતી. જો કે, મહિલાએ પહેલા ઈન્કાર કર્યો હતો પરંતુ રવિએ હોસ્પિટલની અંદર આવવાની ધમકી આપતા તે મળવા માટે બહાર આવી હતી. ત્યારબાદ રવિ તેની સાથે ઝઘડો કર્યો હતો અને લાફા પણ માર્યા હતા. જેથી ત્યા ભીડ ભેગી થઈ ગઈ હતી. રાત્રે ફરી રવિ તેને મળવા ઘર પાસે ગયો હતો અને ફોન કરીને મળવા બહાર બોલાવી હતી.

પરિણીતાએ મળવાની ના પાડતા રવિએ પોતાની સાથે લાવેલી દારૂની બોટલ પોતાના માથમાં ફોડી હતી. એટલું જ નહીં એવી બૂમો પાડી હતી કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા પતિને મારી નાખીશ. જેથી ત્યાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ જોઈને રવિ ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ બાદમાં પતિને લફરાની જાણ થઈ જશે તેવો ડર લાગતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ગુનો નોંધીને પ્રેમીની ધરપકડ કરી

હોસ્પિટલ પહોંચ્યા બાદ પરિણીતાએ પોલીસને ઘટના અંગે કશું જણાવ્યું ન હતું. જો કે, બાદમાં પતિને પોતાના સંબંધો વિશે જાણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે પ્રેમી રવિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો