વલસાડમાં ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, દિયર સાથે હોસ્પિટલ જતી ભાભીનું કારમાં અપહરણ કરીને 3 શખ્સોએ રેપ કર્યો, પોલીસે 3 નરાધમોને ઝડપી પાડ્યા

વલસાડમાં ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ભીલાડ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 નરાધમોને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર પેટમાં દુ:ખાવો ઉપડતા દિયર સાથે કારમાં હોસ્પિટલ જતી ભાભીનું 3 લોકોએ રસ્તામાં જ રોકીને કારમાં અપહરણ કરીને જંગલ તરફ લઈ ગયા હતા, જ્યાં બે જણાએ સગર્ભાને પકડી રાખી હતી જ્યારે એક જણાએ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરીગામ વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને બુધવારની રાતે પેટમાં દુઃખાવો ઉપડતા દિયર સાથે કારમાં હોસ્પિટલમાં જઈ રહી હતી. દરમિયાન કેડી બી હાઈસ્કૂલ નજીક નહેરનાં પુલ પાસે સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કામલે અને સૂરજ વિધાનંદ ઝાએ કારમાં મહિલાનું અપહરણ કર્યું હતું અને સરીગામથી 10 કિમી દૂર લઈ ગયા હતા. ધુમ્મસને કારણે કાર આગળ ન વધી શકતા સુનીલ વારલી અને સૂરજ વિધાનંદ ઝાએ મહિલાના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે રાહુલ બાબુરાવ કામલેએ બળાત્કાર ગુજાર્યો હતો.

દરમિયાન મહિલા આરોપીના ચુંગલમાંથી ભાગીને ભિલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યારે ત્રણેય આરોપી કાર છોડી બાઈક પર સરીગામ તરફ ભાગી છૂટયા હતા. ભાભીનું અપહરણ થતાં દિયરે વલસાડ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે નાકાબંધી કરીને બે જણાને સરીગામ GIDC નજીકથી જ્યારે અન્ય એકને સરીગામથી ઝડપી પાડ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ ગર્ભવતી મહિલાનું અપહરણ થતાં પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન ગુરૂવારે સાંજે આરોપી સુનીલ વારલી અને રાહુલ ફરિયાદીની કાર લઇને મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા ત્યારે સરીગામ વિસ્તારમાં પોલીસની નાકાબંધીમાં તેઓ પકડાઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગર્ભવતી મહિલાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે FSLની ટીમે કારમાંથી મહત્વના પુરાવાઓ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો