કોરોનામાં કૌભાંડનો રાફડો ફાટ્યો : એક પછી એક ખુલી રહ્યા છે કરોડોના સ્કેમ, જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા
રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે વિગતો?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. આ અંગે સાગર રબારીએ કહ્યું કે પાક વીમા યોજના શરૂઆતથી વિવાદમાં રહી છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અને માણાવદરનો આંકડો ખૂબ ચોંકાવનારો છે. તો રતનસિંહે કહ્યું કે પાક વીમા યોજનામાં સંતોષકારક કામગીરી નથી થઇ. અને પાક વીમો ખાઇ જનાર સામે પણ કામગીરી નથી કરાઇ. જૂનાગઢના માણાવદરમાં 76 હજાર 397 પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો.
હેક્ટર દીઠ ખેડૂતોના હકના રૂ.64,327 કંપનીઓ ચાંઉ કરી ગઇ
સરકારે અને વીમા કંપનીઓએ 14.20 ટકા વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.12,070 પાક વીમો અપાયો. જો કે ખેડૂતોને 89.87 ટકા પાક વીમો મળવા પાત્ર થતો હતો. એટલે કે પાક વીમામાં 75.67 ટકા રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. અને હેક્ટર દીઠ ખેડૂતોના હકના રૂ.64,327 કંપનીઓ ચાંઉ કરી ગઇ છે.
સુરેન્દ્રનગરના મુળીમાં પણ પાક વીમામાં કૌભાંડ
જ્યારે સુરેન્દ્રનગરના મુળીમાં પણ પાક વીમામાં કૌભાંડ થયું છે. નિયમ પ્રમાણે 68.89 ટકા પાક વીમો મળવા પાત્ર હતો પરંતુ સરકારે નિયમો નેવે મુકી 11 ટકા પાક વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.55,112 મળવા પાત્ર હતા તેની સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.8800 પાક વીમો અપાયો. એટલે કે હેક્ટર દીઠ રૂ.46,312 કંપનીઓ ચાંઉ કરી ગઇ જેને લઇ ખેડૂત એકતા મંચએ આરોપ કર્યો છે કે આ કૌભાંડમાં સરકાર સંડોવાયેલી છે. એક જિલ્લામાં 550 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. મોટામાથાની સંડોવણી વિના ભ્રષ્ટાચાર શક્ય નથી. એટલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

