ખુશખબર! આજથી શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહારની તમામ દુકાનો ખુલશે, આ લોકોને નહીં મળે છૂટછાટ

કોરોના વાઈરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. કેન્દ્ર સરકાર ધીમે ધીમે તેમા છૂટ આપી રહી છે. આ કડીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે એક આદેશ જારી કરી શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને કેટલીક શરતોસાથે ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ ફક્ત એવી દુકાનોને જ મળશે કે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સીમામાં આવતી નથી. શહેરી વિસ્તારોમાં શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્ષ હજુ ખુલશે નહીં. જોકે, નગર નિગમો અને નગરપાલીકાઓની સીમામાં આવતા રેસિન્ડેન્સિયલ કોમ્પ્લેક્ષ તથા આજુબાજુની તમામ દુકાનો ખુલશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કેટલીક શરતો પણ રજૂ કરી છે. તે પ્રમાણે તમામ દુકાનો સંબંધિત રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ. આ દુકાનોમાં મહત્તમ 50 ટકા સ્ટાફને જ કામ કરવા પરવાનગી મળશે.

પ્રશ્ન અને જવાબથી સમગ્ર બાબતને સમજીએઃ

1) શું તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી મળી છે?

હા, હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિનઆવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે.

2) દુકાન ખોલવા માટે જરૂરી શરતો કઈ છે?

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી બનશે. કોઈ પણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ આ દુકાનોની નોંધણી જરૂરી છે.

3) શું દેશભરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને બજાર ખુલશે?

નહીં, શહેરી સીમાથી બહારના માર્કેટ કોમ્પ્લેક્ષ ખુલી શકશે

4) શું દેશના દરેક ભાગ માટે આ નિયમ છે અને શું રાજ્ય તેમા કોઈ નિર્ણય લઈ શકશે?

નહીં, હોટસ્પોર્ટ અને કન્ટેનમેન્ટ ઝોન માટે આ છૂટ નથી. તે દુકાનો હજુ બંધ જ રહેશે. રાજ્ય તેમની અનુકૂળતાને આધારે આ અંગે નિર્ણય લઈ શકે છે.

5) શું મોલ ખુલશે?

નહીં, કોઈ સિંગલ અથવા મલ્ટી બ્રાન્ડ મોલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી.

6) અત્યાર સુધીમાં કેટલી દુકાનોને છૂટ મળી છે?

દૂધ, રાશન, શાકભાજી સહિત કૃષિ ઉપકરણ અને અનેક પ્રકારના ઉદ્યોગો ખોલવા માટે છૂટ મળી છે.

7) આ છૂટ આપવા પાછળ શું કારણ છે?

સરકાર ઈચ્છે છે કે નાના કારોબારીઓને નુકસાન ન થાય, લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવે. શનિવારે રમઝાનની શરૂઆત પણ તેની પાછળનું એક કારણ માનવામાં આવે છે.

નિગમ સીમામાં રહેલી દુકાન 3 મે સુધી બંધ રહેશે

બજારમાં હાજર દુકાનોને છૂટ નહીં

આદેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ સ્પષ્ટતા કરી કે નગર નિગમ અને નગર પાલિકાની સરહદમાં આવનાર બજારની દુકાનોને ખોલવાની છૂટ આપી દેવામાં આવી નથી. આ દુકાનો લોકડાઉન તારીખ 3 મે સુધી બંધ રહેશે. આ સિવાય સિંગલ અને મલ્ટીબ્રાન્ડ મોલ્સ પણ ખોલાશે નહીં. જો કે નગર નિગમ અને નગરપાલિકાના દાયરાથી બહાર બજારની દુકાનો ખુલી શકે છે. તેમને પણ છૂટ અપાઇ છે. આ આદેશ 15 એપ્રિલના રોજ રજૂ કરાયેલા દિશાનિર્દેશો (કલમ) 14માં સંશોધન છે તેના અંતર્ગત 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને છૂટ અપાઇ હતી.

હોટસ્પોટ ઝોનની દુકાનો ખૂલશે નહીં

કોરોના હોટસ્પોટ અને કંટેનમેંટ ઝોનમાં આવેલ દુકાનોને પણ ખોલવાની છૂટ મળી નથી. લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી સામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી હતી. તેમાં રાશન, શાકભાજી અને ફળની દુકાનો સામેલ છે. એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના લીધે દુકાનો બંધ રહેવાથી વેપારીઓને કરોડોની નુકસાની થઇ ચૂકી છે.

શાળાના પુસ્તકોની દુકાનોને પહેલાં જ છૂટ અપાઇ

આપને જણાવી દઇએ કે આની પહેલાં 21મી એપ્રિલના રોજ સરકારે જરૂરી પગલું ભરતા સ્કૂલના પુસ્તકોની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. આ સિવાય વીજળીના પંખા વેચતી દુકાનોને પણ પ્રતિબંધની યાદીમાંથી બહાર કરી દીધી. ગૃહમંત્રાલયે કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આવેલી બ્રેડ ફેકટરીઓ અને આટા મિલ પણ લોકડાઉન દરમ્યાન કામ શરૂ કરી શકે છે. કોરોના વાયરસ લોકડાઉનની અસર બાળકોના અભ્યાસ પર ના પડે તેના માટે સરકારે આ પગલું ભર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો