ખાસ સુચના – ગુજરાત સરકારની તમામ વેબસાઇટ અને ઓનલાઇન સેવાઓ 3 દિવસ માટે રહેશે બંધ

રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ડેટા સેન્ટરના મેઇન્ટેનન્સની કામગીરીને કારણે સરકારની તમામ વેબસાઇટો અને તેના દ્વારા અપાતી ઓનલાઇન સેવાઓ 9થી 12 ઓગસ્ટ ત્રણ દિવસ માટે બંધ થઇ જશે.

શનિ-રવિ, સોમવાર ત્રણ દિવસ જાહેર રજા હોવાથી કામગીરીમાં ખાસ વિક્ષેપ નહીં પડે

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે 9મીએ રાત્રે 8 વાગ્યાથી 12મીએ રાત્રે 12 વાગ્યા સુધી વેબસાઇટો બંધ રહેશે. રાજ્ય સરકારના વિભાગો- બોર્ડ-નિગમો અને એજન્સીઓની 300 જેટલી વેબસાઇટ, આંતરિક ઇ-મેલ, ઇન્ટરનેટ બંધ રહેશે. મહેસૂલ અને વાહન વ્યવહાર સહિતના વિભાગો દ્વારા અપાતી ઓનલાઇન સેવાઓ પણ બંધ રહેશે. સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે કચેરી સમય બાદ સેવાઓ બંધ થશે, શનિ-રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ જાહેર રજા હોવાથી કચેરીની કામગીરીમાં ખાસ વિક્ષેપ નહીં પડે. ઓનલાઇન કામગીરી પૂરતી સમસ્યા અરજદારો માટે રહેશે.

શુક્રવાર (9 ઓગસ્ટ)ના રાતના 9 વાગ્યા પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, 300 વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો છે.

ઓનલાઇન પરીક્ષાના ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે

સૂત્રોના જણાવ્યા મુજબ, સૌથી વધુ અસર આરટીઓમાં ઓનલાઇન એપ્લિકેશન કરનારા અરજદારો અને ઓનલાઇન પરીક્ષાના ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમજ મહેસૂલ વિભાગમાં પણ કામને લઈને અસર થવાની શક્યતા છે.

આ માહિતી વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો