સૌરાષ્ટ્રથી સુરત: દેશ-વિદેશમાં બિઝનેસ ફેલાવી આ પટેલ કરે છે કરોડોનું ટર્નઓવર

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને સુરતને અજોડ નાતો હોવાનું પૂરવાર કરતા અનેક હીરા ઉદ્યોગપતિઓના ઉદાહરણ છે. મૂળ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં જન્મેલા લાલજીભાઈ પટેલ પણ આમાના એક છે. ધર્મનંદન ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લાલજીભાઈ આજે હીરા ઉદ્યોગ ક્ષેત્રે દેશ-વિદેશમાં આગવુ નામ ધરાવે છે. 4.31 કરોડમાં મોદીનું ખાસ શૂટ ખરીદીને ચર્ચામાં આવેલા લાલજીભાઈ માધ્યમિક શિક્ષણ બાદ પોતાના મિત્ર તુલસીભાઈ સાથે સુરતમાં હીરા ઉદ્યોગ તરફ વળ્યા હતા. જો કે આજે 5500 કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતી તેઓની કંપની સાથે 6000થી વધુ કારીગરો જોડાયેલા છે.


 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો