દિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો

દિવાળીના તહેવાર નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાં ફરસાણ અને મિઠાઈમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. હાલ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરસાણ બનાવતા કારીગરો પગથી લોટ ગુંદતા નજરે પડે છે. ત્યારે ચવાણાના ઢગળામાં ગંદા પગે ચવાણું મિક્સ કરીને પેકિંગ કરી રહ્યાં છે. આ વીડિયો પરથી તમે જોઈ શકો છો કે તમારા સ્વાસ્થય સાથે કેવા પ્રકારના ચેડા થઈ રહ્યાં છે. માર્કેટમાં મળતું આ ફરસાણ સ્વાસ્થય પર ગંભીર અસર કરી શકે છે. જેથી હવે ઘરે બનાવેલું ફરસાણ ખાવું કે પગથી બનાવેલું એ પસંદગી તમારી છે.

આરોગ્ય વિભાગે મિઠાઈ-ફરસાણના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા

દિવાળીમાં વેચાતી મીઠાઓમાં ભેળસેળ રોકવા માટે મ્યુનિ. આરોગ્ય વિભાગે બે દિવસથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી મીઠાઇ-ફરસાણની 22 દુકાનોમાંથી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 33 એકમોને સ્વચ્છતા નહીં જાળવવા બદલ નોટિસ આપી 44,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગની ફ્લાઇંગ ટીમે મીઠાઇ અને ફરસાણના 22 વિક્રેતા પર દરોડા પાડી 26 ખાદ્ય પદાર્થના નમૂના લીધા છે. આ ઉપરાંત 160 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરાયો છે. સાથે 33 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો