રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ થઈ જનતા રેડ, જેમાં લાખોનો રૂપિયા દેશી દારૂ પકડાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજૂ પાડોશી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અવારનવાર રાજ્યનાં મુખ્યમંત્રીને દારૂબંધી મુદ્દે ટકોર કરતા રહે છે તો ક્યારેક ટોણા પણ મારે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જવાબમાં ડંફાસો મારે છે. પરંતુ આ દરમિયાન જ ગુજરાતની એક રાષ્ટ્રીય શાળામાંથી જ પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડ્વામાં આવે છે.

ક્યાંકને ક્યાંક ગુજરાતની સામાન્ય જનતા પણ દારૂના દુષણ સામે પડકાર ફેંકી રહી છે. પરંતુ દારૂના દૂષણ પર રોક લગાવવા માટે ગુજરાત પોલીસ પણ ફેલ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ અમદાવાદમાં આવેલા રાણીપ વિસ્તારની તો રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર દારૂનો વેપલો ચાલી રહ્યો હતો પરંતુ આ મામલે પોલીસ મૂકરક્ષક બની રહી હતી.

આજે રાણીપમાં આવેલા મગનપુરામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી. રેડ કરનારા લોકોએ લારીમાં દેશીદારૂ ભરીને સરઘસ કાઢ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક મહિલાઓ મુજબ, દારૂ પીવા આવતા લોકો અશ્લીલ હરકતો અને યુવતીઓની છેડતી કરતા હતા. તેમજ પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા માટે આવે છે. તેવું ત્યાંની સ્થાનિક જનતાએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો