10 લાખની લાંચ માંગવાના કેસના આરોપી તાપીના DEOના ઘરેથી ઝડપાયો દારૂ, ડીઈઓનો મહિને 98 હજાર પગાર છે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

તાપી જિલ્લા ખાતે એન્ટીકરપ્શન બ્યુરો(એસીબી)ની ટીમે રૂપિયા 10 લાખ ની લાંચ માંગવાના ગુનામાં તાપીના જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની ધરપકડ કરી છે. શાળાને આપેલ નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા 10 લાખની માગણી કરી હતી, જો કે આરોપીઓ એસીબીના છટકામાં સપડાયા નહોતો પણ લાંચની ડિમાન્ડ આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે તપાસ હાથ ધરતા તેમના રહેણાંક ફ્લેટમાં બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 21મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઘટના શું હતી?

તાપી જિલ્લાના વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાયકુંજ શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.

ACBના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી

સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.

ડીઈઓનો 98 હજાર અને કલાર્કનો મહિનાનો પગાર 33 હજાર

શિક્ષણાધિકારી ભરત પટેલનો મહિને 98 હજારનો પગાર છે. જયારે રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકર લાલ પટેલ 10 વર્ષથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. જેનો પગાર 33 હજારનો છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ પટેલને એસીબીએ ઓળખ આપતા તેનો પસીનો છુટ્ટી ગયો હતો અને કાંઈપણ બોલવા વગર એસીબીની ગાડીમાં બેસી ગયો હતો.મહિલાના વિવાદને કારણે અગાઉ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

શિક્ષણાધિકારીની ઘરેથી 4 બોટલ દારૂ પણ મળી આવ્યો.

ભરત પટેલના બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ કિંમત 4980 મળી આવ્યા હતા. એસીબીએ વ્યારા પોલીસને દારૂની બોટલો જમા કરાવી શિક્ષણ અધિકારી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધાવ્યો હતો.

બંને આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા સેશન્સ કોર્ટ વ્યારા ખાતે રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટ દ્રારા 21 ઓક્ટોબર રિમાન્ડ મંજુર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો