ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા આવતી મીડિયાની વાનમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મુંબઈથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું કવરેજ માટે આવતી એક મીડિયાની OB વાનમાંથી પોલીસે દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.

રિપોર્ટ અનુસાર મુંબઈથી એક ચેનલની OB વાન અમદાવાદમાં યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના કવરેજ માટે આવી રહી હતી. તે દરમિયાન વાહનના ડ્રાયવરે સંઘપ્રદેશ દમણમાંથી દારૂનો જથ્થો સાથે લીધો હતો. દમણથી અમદાવાદ તરફ OB વાન જઈ રહી હતી તે દરમિયાન વાપી ચેકપોસ્ટ પર પોલીસને OB વાન પર શંકા જતા પોલીસે OB વાન રસ્તા પર ઊભી રખાવી તેનું ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન મીડિયાની વાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે ક્લીનર અને ડ્રાઇવરનું ID કાર્ડ માંગતા બંનેએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. જેથી પોલીસે દારૂ અને બીયરના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડ્રાઈવરનું નામ વિનાયક શાંતારામ ગોરીવલે છે, તે મુંબઈનો રહેવાસી છે અને ક્લીનરનું નામ જગદીશ ચોથમલ રાઠોડ છે, તે કોટાનો રહેવાસી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો