રાજકોટમાં ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી 5.18 લાખનો દારૂનો જથ્થો મળ્યો

દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે રાજકોટ શહેરમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની વાત જગજાહેર છે, ત્યારે ગાંધીજીએ જેની સ્થાપના કરી હતી તે ઐતિહાસિક રાષ્ટ્રિયશાળાના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાંથી રૂ.5.18 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બુટલેગર નાસી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રાષ્ટ્રિયશાળાના કમ્પાઉન્ડમાં આવેલા ક્વાટર્સમાં રહેતા સંદીપ દિલીપ દક્ષિણીના ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની હકીકત મળતાં એ.ડિવિઝનના પીએસઆઇ એસ.વી.સાખરા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મકાનની ડેલીના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડના 473 બોટલ દારૂ, 260 ચપ્લા અને 16 ટીન બિયરન જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.5,18,975 કિંમતનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંદીપના દાદા ગાંધીવાદી હતા અને તેમને રાષ્ટ્રિયશાળામાં ક્વાટર્સ મળ્યું હતું, સંદીપ અગાઉ કપડાં અને મોબાઇલનો વેપાર કરતો હતો પરંતુ કેટલાક સમયથી ગોરખધંધે ચડી ગયો હતો. દારૂનો જથ્થો ક્યાંથી અાવ્યો અને અન્ય કોની સંડોવણી છે તે સંદીપ હાથ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

દારૂ વેચાતો હોવા અંગે પોલીસ કમિશનરને જાણ કરી’તી

રાષ્ટ્રિય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સંદીપ દક્ષિણીના મકાનમાંથી દારૂનો જથ્થો મળવાને રાષ્ટ્રિયશાળા સાથે કોઇ લેવા દેવા નથી. રાષ્ટ્રિયશાળા કેમ્પસમાં અનેક લોકો ગેરકાયદે દબાણ કરીને રહે છે, કેટલાક ચોક્કસ તત્વો દ્વારા છાશવારે દારૂ પી ધમાલ કરવામાં આવે છે અને કેમ્પસમાં દારૂ વેચાતો હોવાની શંકા સાથે ગત તા.23 મેના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે પાંચેક દિવસ તપાસ કરી હતી બાદમાં ફરીથી માથાભારે તત્વો બેફામ બન્યા હતા.

પત્ની પ્રસૂતિ કરવા પિયર ગઇ અને સંદીપે દારૂનો જથ્થો ઉતાર્યો

સંદીપ દક્ષિણીના દાદાને રાષ્ટ્રિયશાળામાં ક્વાટર્સ ફાળવવામાં આવ્યું હતું, સંદીપના પિતા દિલીપભાઇ હયાત નથી, સંદીપ તેની પત્ની સાથે રહે છે, પત્ની કેટલાક દિવસથી પ્રસૂતિ કરવા પિયર ગઇ હોય ઘરમાં એકલા રહેતા સંદીપે દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો. સંદીપ શુક્રવારે સવારે ઘરેથી નીકળી ગયાનું પાડોશીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો