અક્ષયકુમારે આસામના પૂરગ્રસ્તો માટે રૂ. બે કરોડની સહાયતાની કરી જાહેરાત

ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. અક્ષય કુમાર પૂરની સ્થિતિ સામે લડી રહેલા આસામના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આસામમાં પૂરના કારણે આશરે 52 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધી 20 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. આવા ભયાનક કુદરતી મેઘતાંડવમાં ત્યાંના લોકોની મદદ માટે બોલીવૂડ અભિનેતા અક્ષયકુમાર આગળ આવ્યો છે.

એણે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં કુલ બે કરોડની રકમ દાન રૂપે આપી છે. એક કરોડ રૂપિયા એણે પૂરગ્રસ્ત રાજ્ય માટે અને બીજા એક કરોડ રૂપિયા કાઝીરંગા નેશનલ પાર્ક માટે આપ્યા છે.

અક્ષયે ટ્વીટ કરીને લખ્યું છે કે આસામમાં પૂરે વેરેલા વિનાશનાં દ્રશ્યો જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આવા મહાસંકટના સમયમાં ત્યાંના તમામ અસરગ્રસ્ત માનવીઓ તથા પ્રાણીઓને સહાયતા કરવી જોઈએ. હું મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા તેમજ કાઝીરંગા પાર્કમાં બચાવકાર્ય માટે અલગ એક કરોડ રૂપિયા દાનમાં આપીશ.

આ રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતાએ પૂરગ્રસ્તોની મદદ કરવાની દરેક લોકોને વિનંતી પણ કરી છે. એણે વધુમાં લખ્યું છે, યોગદાન આપવાની તમામને અપીલ કરું છું. આસામમાં પૂર તથા ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં 15 જેટલા લોકો માર્યા ગયા છે અને 46 લાખ જેટલા લોકોને માઠી અસર પડી છે. ઉત્તર બિહારમાં પણ ભયાનક પૂર આવ્યું છે. ત્યાં 24 જણ માર્યા ગયા છે. આસામમાં 4,175 ગામડાઓમાં પૂર આવ્યું છે. 90 હજાર હેક્ટર કૃષિલાયક જમીન ડૂબાણ હેઠળ ગઈ છે. 10 લાખથી વધારે પ્રાણીઓને માઠી અસર પહોંચી છે. કાઝીરંગા નેશનલ પાર્ક 90 ટકા ડૂબી ગયું છે.

અક્ષય કુમારે આ પહેલા મે મહિનામાં પણ ઓડીસામાં તોફાનમાં પ્રભાવિત થયેલા લોકો માટે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ સિવાય ભારતના વીરના માધ્યમથી સુરક્ષાબળોના પરિવારને પણ મદદ કરે છે. ત્યારે કેરળ અને ચેન્નાઇમાં આવેલા પૂર્ણ સમયમાં પણ અક્ષયકુમારે મદદ કરી હતી. અક્ષય કુમારના ટ્વીટને ફેન્સનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ અક્ષય કુમારની જાહેરાત પછી તેમના વખાણ કરી રહ્યાં છે. અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી પેટ્રોઈક ફિલ્મો પર ધ્યાન કેન્દ્ગીત કરી રહ્યાં છે. અક્ષય કુમારથી સિનેમા ઘરોમાં જોવા મળશે. અક્ષય કુમાર મંગલ પર બનેલી ફિલ્મ ‘મિશન મંગલ’ લઈને આવી રહ્યાં છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો