અક્ષય કુમારે 25 કરોડ આપ્યા બાદ ફરી બતાવી દરિયાદિલી, ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે BMCને 3 કરોડ રૂપિયા દાન કર્યા

કોરોના વાયરસની મહામારી સામે લડવા બોલિવુડ સેલેબ્સે દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અક્ષય કુમારે કોરોના સામેની જંગમાં અગાઉ PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. હવે અક્ષયે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને 3 કરોડ રૂપિયા આપ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોના વાયરસ સામે લડવા આખી દુનિયા કમર કસી રહી છે. એવામાં બોલિવુડના સિતારાઓ સોશિયલ મીડિયા પર લોકોમાં જાગૃતિ ફેલાવા ઉપરાંત આર્થિક મદદ પણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પીએમ રાહત ભંડોળમાં 25 કરોડ રૂપિયા આપ્યા બાદ અક્ષય કુમારે બીએમસીને 3 કરોડ રૂપિયા આપ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમારે આ રકમ વર્કર્સ માટે માસ્ક અને ટેસ્ટિંગ કિટ ખરીદવા માટે આપી છે.

રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારને જાણ થઈ હતી કે, બીએમસી પાસે પીપીઈ કિટની કમી છે. આ જાણ્યા બાદ તેણે તાત્કાલિક 3 કરોડ રૂપિયાની મદદ કરી. ઉલ્લેખનીય છે કે, બોલિવુડના કિંગ ખાન શાહરૂખે પણ પોતાની 4 માળની ઓફિસ ક્વોરન્ટીન સેન્ટર બનાવવા માટે બીએમસીને આપી છે. આ સિવાય શાહરૂખે વિવિધ માધ્યમોથી કોરોના વાયરસ સામે લડવા દાન કર્યું છે.

હાલમાં દિલ સે થેંક્યુ કેમ્પેઈન શરૂ કર્યું

અક્ષય કુમારે હાલમાં જ દિલ સે થેંક્યુ કેમ્પેઈન શરૂ કર્યું હતુ. આ કેમ્પેઈન હેઠળ અક્ષય કુમાર પોલીસ, કોર્પોરેશનના વર્કર્સ, ડોક્ટર્સ, નર્સ, સ્વંયસેવક, સરકારી ઓફિસર્સ, ફેરિયાવાળા, ગાર્ડ્સનો આભાર માન્યો હતો. આ પોસ્ટમાં અક્ષય કુમારે પોતાનું નામ તથા શહેર લખ્યું હતું અને અન્ય લોકોને પણ આમ કરવાની અપીલ કરી હતી. અક્ષય કુમારે કહ્યું હતું કે આપણે ઘરમાં બેસીને આટલું તો કરી જ શકીએ છીએ.

અક્ષય અને શાહરૂખ ઉપરાંત વિરાટ-અનુષ્કા, કરિના-સૈફ, કરિશ્મા કપૂર, વરુણ ધવન, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, સારા અલી ખાન, હૃતિક રોશન, દીપિકા-રણવીર વગેરે સેલેબ્સે કોરોના સામે જંગ લડવા માટે મદદ કરી છે. આ સિવાય દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરોએ પણ આ સંકટની ઘડીમાં મદદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો