અજમાના પાણીના ફાયદા જાણીને તમે ચોંકી જશો, શરીરને રાખે ફિટ અને હેલ્ધી, જાણો અને શેર કરો

રસોડામાં વપરાતા મસાલાઓમાં અજમાનો ઉપયોગ પણ સ્ત્રીઓ કરતી હોય છે. અજમો ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે સાથે મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. અજમાને સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે. અજમાના પાણીની સાથેસાથે એક્સરસાઈઝ, લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ અને ડાયટ સાથે કેટલાક ઘરગથ્થુ ઉપચારથી પણ વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં ગેસ, ડાયેરિયા અને અસ્થમા વગેરે જેવી બીમારીઓમાં પણ અજમો દવાનું કામ કરે છે. આ સાથે અજમામાં ઔષધીના ગુણો પણ રહેલા છે. અજમામાં પ્રેાટીન, ફેટ, ખનીજ પદાર્થ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવાં પોષકતત્ત્વો રહેલાં છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, થાયામિન, રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, આયર્ન અને નિયાસિન પણ સારા પ્રમાણમાં મળી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અપચો

જો તમે પેટના ગેસની સમસ્યાથી પીડાતા હોવ તો અજમાના પાણીના સેવનથી તેમાં ફાયદો થશે. અજમાના પાણીથી ગેસ, અપચો અને પેટસંબંધી સમસ્યાના નિવારણમાં મદદરૂપ રહે છે. અજમામાં એન્ટિ સ્પાસ્મોડિક અને ર્કાિમનેટિવના ગુણો રહેલા છે,

કોલેસ્ટેરોલ

અજમાનાં બીજમાં એન્ટિ – હાઈપર લિપિડેમિકના ગુણ રહેલા છે, જે શરીરમાં કોલેસ્ટેરોલ, એલડીએલ – કોલેસ્ટેરોલ, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને ટોટલ લિપિડને ઓછું કરવામાં મદદ કરે છે.

દાંતનો દુખાવો

અજમાનું પાણી દાંતના દુખાવામાં રાહત આપે છે. અજમામાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણોને કારણે તે ઓરલ બેક્ટેરિયાથી બચાવવામાં મદદરૂપ રહે છે. દાંતના દુખાવામાં અજમાનું પાણી ઘણું લાભકારી છે.

ચરબી ઘટાડે છે

શરીરમાં ચરબી વધવાને કારણે શરીરનું વજન વધતું જાય છે. જાડાપણાની સમસ્યાના નિયંત્રણ માટે પણ અજમાના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન પણ લાભકારી

મોટાભાગે ગર્ભવતી મહિલાઓને આહારમાં અજમાનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થામાં અવારનવાર કબજિયાત, ગેસ તેમજ અન્ય પેટસંબંધી સમસ્યા રહેતી હોય છે. અજમાનું પાણી પીવાથી આ બધી સમસ્યામાં રાહત મળે છે.

શરદી મટાડે છે

અજમાનું પાણી એક પ્રાકૃતિક શરદી – ઉધરસની દવા છે, જે શરદીનાં લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે. આ માટે અજમાને પીસીને એક ગ્લાસ પાણીમાં નાખી પાણી પીવાથી રાહત મળે છે. આ ઉપરાંત અજમાની પેસ્ટ ખીલ, ફોલ્લીઓ તેમજ એક્ઝિમાને કારણે થતી સ્કિન પર ખંજવાળ અને સોજાને ઓછો કરવા માટે પણ ઘણી ઉપયોગી છે.

માસિક દરમિયાન

અજમો મહિલાઓના માસિકચક્રને નિયંત્રણમાં રાખવા માટે દવા તરીકે કામ કરે છે. આ માટે રાતના સમયે માટીના વાસણમાં અજમાનાં બીજને પલાળીને સવારે તે પાણી પીવાથી તમારું માસિકચક્ર નિયંત્રણમાં રહે છે. આ સાથે માસિક દરમિયાન થતા પેટના દુખાવામાં પણ અજમો ઘણો કારગત છે.

કેવી રીતે બનાવશો અજમાનું પાણી

એક ચમચી અજમો લો અને તેને એક ગ્લાસ જેટલા પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ગરણીથી ગાળીને પી લો. બને ત્યાં સુધી ખાલી પેટે અજમાનું પાણી પીવાનો આગ્રહ રાખવો. જો તમને અજમાનું પાણી પીવામાં કડવું લાગે તો તેમાં તમે મધ અને લીંબુ પણ નીચોવી શકો છો.
ડાયટ :- શુભાંગી ગૌર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો