આજના સભ્ય સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: સોશિયલ મીડિયા ઉપર ગાડી અને બંગલો જોઈને અંજાયેલી યુવતીના લગ્નના એક અઠવાડિયામાં સપનાઓ થયા ચકનાચૂર

આજકાલની યંગસ્ટર્સ પેઢી સોશિયલ મીડિયા (Social Media) ઉપર વધારે સમય પસાર કરે છે, બીજી બાજુ આપણો સભ્ય સમાજ યુવતીઓને લગ્ન માટે ગાડી, બંગલો, મોટો પગાર જોઈને પરણાવવાનું નક્કી કરે છે. સામેવાળો છોકરો શું કરે છે અને શું નહીં, તેની કોઈ પણ વાતને જાણ્યા વગર આંધળે બેરું કુટીને સંબંધો સાંધતા હોય છે. જેના કારણે ઘણી વખત પાછળથી મોટો પસ્તાવો વેઠવાનો વારો આવે છે. હાલ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે.

રાજકોટ (Rajkot)ના શખ્સે સોશિયલ મીડિયા (Social Media) થકી સુરત(Surat)ના ઓલપાળની કોલેજીયન યુવતીને ફસાવી હતી. બીજી બાજુ યુવતીએ પણ ફેસબુક (Facebook) પર બંગલો જોઈને પ્રેમમાં લપસેલી યુવતી લગ્ન કરી એક અઠવાડિયામાં જ બરાબરની પસ્તાઈ હતી. આ ઘટનામાં કંટાળીને યુવતી રાજકોટ દોડી આવી હતી અને મામાએ પોલીસની મધ્યસ્થીથી મુક્ત કરાવી હતી…

રાજકોટના રખડુ શખસે સોશિયલ મીડિયાના માધ્યમ થકી સુરતના ઓલપાડ વિસ્તારમા રહેતી કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન તો કરી લીધા, પ્રેમી ગાડી, બંગલો વાળો અને મોટો પગારદાર હોવાના પ્રેમીએ બતાવેલા ફેસબુક, ટીકટોકમાં બતાવેલા અભરખાઓમાં અંજાયેલી યુવતીને સ્વપ્ના લગ્નના એક સપ્તાહમાં જ ચકનાચૂર થઈ ગયા હતા. ફસાયેલી યૂવતીએ પીયર જાણ કરી હતી. રાજકોટ દોડી આવેલા યુવતીના મામાએ પોલીસની મદદ લઈને યુવતીને મુક્ત કરાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બનાવ સંદર્ભે ગાંધીગ્રામના પી.આઈ. કે.એ. વાળાના જણાવ્યા મુજબ યુવતીના માતા, પિતા નવસારી રહે છે. યુવતી પાંચ વર્ષની હતી ત્યારથી મામા સાથે સુરતમાં રહેતી હતી. એકાદ વર્ષ પહેલા મિલન પ્રજાપતિ નામના વીજપોલના ખાડા ખોદવાનું કામ કરતા મજુરના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી. યુવતીને મિલને પોતે બંગલો, ગાડી ધરાવે છે, અર્ધો લાખનો પગાર છે અન્ય આવક છેની વાતો કહી અને ફેસબુક, ટીકટોકમાં બંગલો, ગાડી અને પોતાનો ખોટો ઠાઠ બતાવ્યો હતો.

જાળમાં ફસાયેલી યુવતીને પોતે ભરૃચ કાર લઈને તેડવા આવશે કહીં સપ્તાહ પહેલા ભરૃચ બોલાવી હતી ત્યાં મિલન પહોંચ્યો હતો અને બંનેએ રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા ત્યાંથી મિલન કારમાં ઘરે લઈ આવતા યુવતીના મકાન અને અંદરની સ્થિતિ જોઈ હોશકોશ ઉડી ગયા હતા. યુવતીને મિલન બહાર પણ નીકળવા દેતો ન હતો.

અંતે યુવતીએ તેના મામાને જાણ કરતા મામા રાજકોટ દોડી આવ્યા હતા અને પોલીસની મદદ માગતા દુર્ગાશક્તિ ટીમ સાથે મળી યુવતીને મુક્ત કરાવી હતી. હાલ તો તેણે ફરિયાદ આપવાનો ઈન્કાર કર્યો હતો. અરજી લઈને કાર્યવાહી કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો