10 વર્ષના બાળકની ટી-શર્ટ જોઇ એરપોર્ટ અધિકારીઓના ઉડી ગયા હોંશ, જાણો પછી શું થયું…

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં એરપોર્ટનો એક મામલો સામે આવ્યો છે જેમાં એક 10 વર્ષના બાળક એક ટીશર્ટ પહેરીને પહોંચ્યા તો અધિકારીઓએ પહેલાં તો પોતાની પાસે બોલાવ્યો, ત્યારબાદ તેને કંઇક એવું કરવાનું કહ્યું કે આ બાળક હેરાન-પરેશાન થઇ ગયું. બાળકને જોઇ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

વાત એમ છે કે 10 વર્ષનો એક છોકરો સ્ટેવી લુકસ પોતાના પરિવારની સાથે 17મી ડિસેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડથી આફ્રિકાના પ્રવાસ પર જતો હતો. આ દરમ્યાન જોહનિસબર્ગ એરપોર્ટ પર ચેક ઇન દરમ્યાન એરપોર્ટના અધિકારીઓએ સ્ટીવ લુક્સની ટીશર્ટ પર અજગર બનેલો જોઇ. તેને જોઇ અધિકારીઓના હોશ ઉડી ગયા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એરપોર્ટના અધિકારીઓએ સ્ટેવી લુક્સને કહ્યું કે તેની ટી-શર્ટથી બાકીના પેસેન્જર્સને મુશ્કેલી થઇ શકે છે, એવામાં તેને વિમાનમાં ચડતા પહેલાં પોતાની ટીશર્ટ ઉતારવી પડશે.

ત્યારબાદ બાળકના પરિવારવાળાઓને આ જ વાત કહેવામાં આવી. અંતમાં નિર્ણય એ થયો કે લુક્સને પોતાની ટી-શર્ટ ઉતારવી પડી, ત્યારબાદ જ તેને વિમાનમાં જગ્યા મળી શકી. બાળકના માતા-પિતાને અધિકારીઓએ ટીશર્ટ ઉતારવા માટે કહ્યું.

જો કે બાદમાં એરપોર્ટ અધિકારીઓએ તેના પર સ્પષ્ટતા પણ કરી. તેમણે કહ્યું કે બાકી પેસેન્જર્સ અને ક્રૂ-મેમ્બર્સની સુરક્ષાને જોતા આ પ્રકારના નિર્ણય લઇ શકાય છે. આથી આ નિર્ણય યોગ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો