અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલાં મર્યાં તે ગણતા નથી : વાયુસેના પ્રમુખ ધનોઆ

પુલવામા આતંકી હુમલાના જવાબરૂપે પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલ એર સ્ટ્રાઇક મામલે વાયુસેના તરફથી એક મોટું નિવેદન આપ્યુ હતું.

આજ રોજ વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ જણાવ્યું હતું કે, વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટને હિટ કરવાનું છે. અમે તે નથી ગણતા કે કેટલું નુકસાન થયું છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, અમને જે ટાર્ગેટ મળે છે તેને તબાહ જ કરીએ છીએ.

  • એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યું વાયુસેનાને માત્ર ટાર્ગેટ મળે છે જેને અમે હિટ કરીએ છીએ.
  • તેઓએ કહ્યું કે જો અમે જંગલમાં બોમ્બ ફેંક્યા તો પાકિસ્તાને વળતો જવાબ કેમ આપ્યો.

આજરોજ વાયુસેનાના વડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને એર સ્ટ્રાઇક અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું કે, અમારો ટાર્ગેટ યોગ્ય નથી લાગ્યો અને જંગલમાં બોમ્બ પડ્યા હતા તો પાકિસ્તાન તરફથી જવાબ શું કામ આવ્યો હતો.

12 મિરાજ પ્લેન દ્વારા એર સ્ટ્રાઇક

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે મંગળવારનાં રોજ સવારનાં 12 ‘મિરાજ 2000’ ફાઇટર પ્લેન એલઓસીને માટે રવાના કર્યા. સવારનાં 3:30 કલાકે આ લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં હાજર અનેક આતંકી ઠેકાણાંઓને તબાહ કરી નાખ્યાં.

આને ભારત તરફથી બીજી સર્જીકલ સ્ટ્રાઇક જણાવવામાં આવી રહેલ છે. આ હુમલા બાદ સીમાઓ પર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવેલ છે. ભારત કોઇ પણ હુમલાને લઇને સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતે આ સ્ટ્રાઇકને માટે જે ફાઇટર જેટ ‘મિરાજ 2000’નો ઉપયોગ કરવામાં આવ્યો તેની તાકાતનો અંદાજો ભાગ્યે જ પાકિસ્તાનને હશે. જાણો ‘મિરાજ 2000’ની તમામ વિશેષતાઓઃ

મિરાજની તાકાત જોઇને ભાગ્યા પાકિસ્તાની વિમાનઃ

જણાવવામાં આવી રહેલ છે કે જ્યારે ભારત તરફથી ફાઇટર જેટ મોકલવામાં આવ્યાં તો બાદમાં તુરંત પાકિસ્તાને પોતાનાં એફ 16 ફાઇટર મોકલ્યાં. પરંતુ મિરાજની તાકાત જોઇને આ જેટ પરત ફરી ગયાં. 12 ‘મિરાજ 2000’ વિમાનોની તાકાત અને તેનાં ખતરનાક ફોર્મેશનને લઇને પાકિસ્તાની એરફોર્સનાં વિમાનોને પરત ફરવું પડ્યું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો