એરઇન્ડિયાનું ખતરનાક મિશન ઓપરેશન વુહાન, જાણો કેવી રીતે પાર પાડયું ઓપરેશન? કોઇએ હાથ જોડ્યા તો કોઇએ સલામી આપી, એર ઇન્ડિયાના કર્ચમારીએ શેર કર્યો ડરામણો અનુભવ

28મી જાન્યુઆરીની સાંજે લગભગ 6 વાગ્યે એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીની પર એક ફોન આવે છે. સરકારની તરફથી આવેલા ફોનમાં તેમની સાથે તરત એક ઇમરજન્સી મીટિંગની વાત થાય છે. જેમાં ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લાવવાનો એક ટાસ્ટ આપ્યો. સીએમડીને પૂછવામાં આવે છે કે શું તમે આ ટાસ્કરને પૂરો કરી શકશો? બે કલાક બાદ સીએમડીએ પોતાના તમામ સ્ટાફ સાથે વાતકરીને માત્ર સરકારને એ બતાવી દીધું હતું કે તેઓ તેના માટે તૈયાર છે પરંતુ રાત્રે 8 વાગ્યા સુધીમાં વુહાન જતા સ્ટાફને તૈયાર કરવાની માહિતી આપીને પણ સરકારને એ કહ્યું હતું કે તેમના ઇરાદા પર ફ્રન્ટ પર ડટાયેલા કોઇ જવાનથી કમ નથી. તેઓ અને તેમની આખી એર ઇન્ડિયા ટીમ જિંદગી અને મોતની દહેશતવાળા આ ઓપરેશનને પૂરું કરવા માટે એકદમ તૈયાર છે. બસ તમારા સિગ્નલનો ઇંતજાર છે કે અમે આઇજીઆઈ એરપોર્ટથી વુહાન માટે ટેકઓફ કયારે કરવાનું છે.

647 ભારતીયોને સુરક્ષિત લવાયા

એર ઇન્ડિયાએ 31મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરીની વચ્ચે દિલ્હીથી બે ફ્લાઇટ વુહાન મોકલી. આ બંને 647 ભારતીયોને દિલ્હી લાવ્યું. ત્રણ દિવસના આ ઓપરેશનમાં 78 સ્ટાફની સ્પેશયલ ટીમને લગાવી હતી. તેમાં 68 એર ઇન્ડિયામાંથી અને 10 આરએમએલ, સફદરજંગ હોસ્પિટલના ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફ હતો. બંને દિવસ અલગઅ-અલગ બોઇંગ 747 જંબો પ્લેન મૂકયું હતું. જેથી કરીને વધુમાં વધુ ભારતીયોને ચીનથી ભારત લાવી શકાય. ટી-3થી બે ફ્લાઇટ વુહાન પહોંચ્યા અને ત્યાંથી ફસાયેલા ભારતીયોને ટી-3 પર લેન્ડ કરાયા. કહેવાય છે કે ચીનથી જેટલા પણ ભારતીયોને દિલ્હી લવાયા તેમાંથી એક પણ એવો ભારતીય નહોતો જેને એર ઇન્ડિયાના ક્રૂ કે ડૉકટર્સે ફ્લાઇટમાં બોર્ડ કરવાની ના પાડી હોય.

એર ઇન્ડિયાના કર્ચમારીએ ડરામણો અનુભવ કર્યો શેર

ઓપરેશન વુહાનમાં એર ઇન્ડિયાએ પોતાના જે બે બોઇંગ747 ‘અજંતા’ અને ‘આગરા’ વિમાનની સાથે વુહાન ગયા હતા તેમણે આ મિશનના પડકારજનક અને ડરામણા બંને અનુભવ બતાવ્યા. રવિવારના રોજ એર ઇન્ડિયાનું બીજું વિમાન વુહાનથી 323 ભારતીય અને માલદીવના 7 લોકોને લઇ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. બંને વિમાનથી વુહાન ગયેલા એર ઇન્ડિયાના કર્મચારી સંજય ગુપ્તા એ આ મિશનની માહિતી આપતા કહ્યું કે પહેલી ઉડાન વુહાન જવાનું એક કયામત જેવો અહેસાસ હતો. જો કે થોડોક ઉત્સાહિત પણ હતો. જે દરમ્યાન વુહાન જઇ રહ્યા હતા તે સમયે એર ટ્રાફિક નહોતો. લેન્ડિંગના સમયે અમે જોયું કે પાર્કિંગમાં ઉભેલા વિમાનના એન્જિનને સીલ કરીને રાખ્યા છે. આ ડરામણું હતું.

ચીનમાં પગપેસારાથી સન્નાટો

વુહાનમાં જ્યારે ફ્લાઇટે લેન્ડ કર્યું તો ત્યાં સન્નાટો છવાયેલો હતો. કેટલાંક ભારતીય ત્યાંથી અહીં લાવવાના હતા આ પહેલેથી નક્કી હતું. ચીની સરકારની તરફથી ઓછામાં ઓછા ઓફિસરોને ત્યાં તૈનાત કરાયા હતા. કોઇ કોઇની સાથે ખાસ વાત કરી રહ્યું નહોતું. તમામના ચહેરા પર માસ્ક લાગેલું હતું. તેમના આ રિએકશન અંગે પણ કંઇ ખબર પડી શકતી નહોતી. પેસેન્જરને ડબલ મેડિકલ ચેકઅપ બાદ ફ્લાઇટમાં બેસાડવાનું શરૂ કરાયું. પહેલાં ચીની સરકારની તરફથી પેસેન્જર્સની તપાસ કરાઇ હતી. બાદમાં દિલ્હીથી આવેલા ડૉકટર તમામ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા કે શું કોઇને તાવ, વધુ ખાંસી કે કોઇ એવા લક્ષ્ણ તો દેખાતા નથી ને, જેના પરથી લાગે કે તેઓ કોરોના વાયરસથી ગ્રસિત છે. કહેવાય છે કે કેટલાંક ભારતીય ફ્લાઇટમાં ચઢતા રહી ગયા, પરંતુ આ પહેલેથી જ ચીની સરકારે નક્કી કરી રાખ્યું હતું કે કોને મોકલવાના છે કોને નહીં. તેમાં એર ઇન્ડિયાની તરફથી કોઇ હસ્તક્ષેપ કરાયો નહોતો.

IGI પર અલગ કાઉન્ટર્સ

ચીનથી આવેલા તમામ પેસેન્જર્સને ટી-3વાળા ઇમીગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ માટે અલગથી કાઉન્ટર લગાવ્યું. આ પેસેન્જર્સને એકદમ અલગ એરિયામાં લાવ્યા હતા. તેમાં કસ્ટમની તરફથી બે એક્સરે મશીન પણ અહીં લાવામાં આવ્યા હતા. 20-20 પેસેન્જર્સના ગ્રૂપને ફ્લાઇટથી ઉતારીને તેમની ઇમીગ્રેશન અને કસ્ટમ તપાસ કરાઇ હતી. તેમના લગેજ લઇને ગાડીમાં બેસાડ્યા બાદ આવતા 20 લોકોના ગ્રૂપને બોલાવી તેમની તપાસ કરીને મોકલાઇ રહ્યા હતા.

મુસાફરી દરમ્યાન વાત નહોતા કરતા પેસેન્જર્સ

ચીનથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા પહેલાં ભારતીયોએ ક્રૂને સેલ્યૂટ કર્યું. પરંતુ તેઓ કંઇ બોલી શકતા નહોતા. કારણ કે તમામના ચહેરા પર માસ્ક હતા અને એકબીજા સાથે ઓછામાં ઓછું બોલવા માટે કહ્યું હતું. પરંતુ ત્યાંથી ફ્લાઇટમાં બેસનાર ભારતીયોની ખુશી તેમની ગતિવિધિઓ પરથી સ્પષ્ટ થઇ રહી હતી. કોઇ ક્રૂને હાથ જોડી રહ્યું હતું તો કોઇ સેલ્યુટ. તેમને પહેલેથી જ સમજાવી દીધું હતું કે દિલ્હી ઉતર્યા બાદ તેમને શું કરવાનું છે અને શું નહીં. 423 પેસેન્જર્સની ક્ષમતાવાળા આ બોઇંગ-747મા 12 ફર્સ્ટ ક્લા, 26 બિઝનેસ કલાસ અને 385 ઇકોનોમી કલાસની સીટો હતી.

ટેકઓફથી પહેલાં ત્રણ વખત ડેમો

ઓપરેશનમાં લાગેલા ક્રૂ એ કહ્યું ક ટી-3થી વુહાન માટે જ્યારે પ્લેન ટેકઓફ કર્યું તો ત્યારે થોડોક ડર ચોક્કસ લાગ્યો હતો કે જ્યાંથી આખી દુનિયાના લોકો ભાગી રહ્યા છ ત્યાં અમે જઇ રહ્યા છીએ. પરંતુ તેમ છતાંય ત્યાં ફસાયેલા ભારતીયો અંગે વિચારવાનું શરૂ કર્યું તો હિંમત આવતી ગઇ અને ચીન પહોંચીને એક વખત પણ એવું ના લાગ્યું કે તેઓ કોઇ ખતરનાક ઓપરેશનને અંજામ આવી રહ્યા છે. ચીન જતા પહેલાં આરએમએલ અને સફદરજંગના સિનિયર ડૉકટર્સને ત્રણ વખત તો ડેમો આપ્યો હતો કે તેમણે સ્પેશયલ ડ્રેસ કેવી રીતે પહેરવો પડશે. માસ્ક અને ગ્લવ્સ સિવાય જૂતાની સેફ્ટી પણ જરૂરી હતી કે કોઇ વસ્તુ કોરોના વાયરસ માટે કેરિયરનું કામ ના કરી દે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો