વુહાનથી એરલિફ્ટ કરીને ભારતીયોને લાવનારા એર ઇન્ડિયાના પ્લેનના કેપ્ટન અમિતાભે સિંહે કહ્યું- લોકોને કાઢવામાં 7 કલાક લાગ્યા

ભારતીય નાગરિકોને ચીનથી એરલિફ્ટ કરવાના ઓપરેશનનું નેતૃત્વ એર ઇન્ડિયાના કેપ્ટન અમિતાભ સિંહે કર્યું. અમિતાભે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારતીયોના પહેલા ગ્રુપને કાઢવામાં લગભગ સાત કલાક લાગ્યા. દરેક વ્યક્તિને તબીબી તપાસ અને ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું.

અમિતાભે કહ્યું- લોકોને યુનિવર્સિટીથી સીધા વાણિજ્ય દૂતાવાસ લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી દરેકને આપણું વિમાન વુહાનમાં ઉતર્યું ત્યારબાદ એરપોર્ટ પર મોકલવામાં આવ્યા. અમને સૂચિત કરવામાં આવ્યું હતું કે લોકોને એરપોર્ટની આસપાસ અથવા તો શહેરમાં ક્યાંય બહાર ફરવાની મંજૂરી નથી.

ઓપરેશન દરમિયાન ક્રૂ ટીમની પણ તપાસ થઇ

તેમણે કહ્યું- સમગ્ર ક્રૂ પહેલી વખત કોરોના વાયરસ પ્રભાવિત વિસ્તારમાં જઇ રહ્યું હતું. ક્રૂ મેમ્બર્સ અને કર્મચારીઓના વુહાન જવાથી અમને ડર હતો કે ત્યાં કોઇ કોરોના વાયરસથી પ્રભાવિત ન થઇ જાય. અમારી સાથે આરએમએલના ડોક્ટરોની એક સારી ટીમ પણ હતી. તેઓ ક્રૂ મેમ્બર્સ અને કર્મચારીઓની તપાસ કરી રહ્યા હતા. અમારા ડરને શાંત કરી રહ્યા હતા. ડોક્ટર્સ અમને જાણકારી આપી રહ્યા હતા કે બીમારીથી બચવા માટે કેવા કપડા પહેરવા અને સુરક્ષા માટે શું ઉપાય કરવા.

વુહાનમાં અમને દરેક જગ્યાએ પ્રાથમિકતા મળી: સિંહ

દિલ્હીથી વુહાન સુધી હવાઇ ક્ષેત્રમાં પરિવહનની સ્થિતિ વિશે કેપ્ટન સિંહે જણાવ્યું- એક વખત ઉડાન ભર્યા બાદ યાત્રા સુચારૂ થઇ ગઇ હતી. હવાઇ વિસ્તાર ખાલી હતો. ભાગ્યે જ એક અથવા બે વિમાન હતા. વુહાનમાં એરપોર્ટ પણ બિલકુલ ખાલી હતું. અમને દરેક જગ્યાએ પ્રાથમિકતા મળી. એર ટ્રાફિક કન્ટ્રોલે પણ સારો સહયોગ કર્યો.

કેપ્ટન સિંહ પહેલા પણ આવા ઓપરેશનનું નેતૃત્વ કરી ચૂક્યા છે

આ પહેલી વખત નથી જ્યારે કેપ્ટન અમિતાભે આ પ્રકારના ઓપરેશનનું નેતૃત્વ કર્યું હોય. તેમણે પહેલા પણ આ પ્રકારના ઘણા ઓપરેશન કર્યા છે. ઓગસ્ટ 1990માં તેઓ એ પાયલટો પૈકી એક હતા જેમણે ઈરાક અને કુવૈતમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં મદદ કરી હતી. મધ્ય પૂર્વ અને કાશ્મીરમાં પણ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન જ્યારે ઘાટીમાં પૂર આવ્યું હતું ત્યારે તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો