ઉનાળામાં રાત-દિવસ એસી ચાલુ રાખતા હો તો આ જરૂરી ટિપ્સ ચોક્કસ અપનાવો

ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં તો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઘણા લોકો દિવસ-રાત એસી ચાલું રાખીને ગરમીથી છૂટકારો મેળવતા હોય છે. ત્યારે સતત ચાલતા એસીમાં મેન્ટેનન્સ ખર્ચ અને લાઈટ બિલ કઈ રીતે ઓછું આવે તેની ટિપ્સ અમે અહીં જણાવીશું.

દર 15 દિવસે ફિલ્ટરને સાફ કરો

ઉનાળો શરૂ થાય એટલે સૌથી પહેલાં એસીના ફિલ્ટરને ક્લીન કરી દો, કારણ કે એસીના ફિલ્ટરમાં ડસ્ટ જમા થઈ જાય છે, જેના કારણે એર ફ્લો ઓછો થઈ જાય છે, કૂલિંગ ઘટી જાય છે અને સાથે જ કમ્પ્રેસર પર પ્રેશર પણ વધે છે. તેની સફાઈ કરવા માટે એસીનું આગળનું કવર હટાવો, પછી તેમાં બે ફિલ્ટર પેડ દેખાશે, તેને સાચવીને કાઢો અને તેને બરાબર સાફ કરીને ફરી લગાવી દો. દર 15 દિવસે અથવા તો મહિનામાં એકવાર આ રીતે ફિલ્ટર સાફ કરવાથી કમ્પ્રેસર પર લોડ વધતો નથી અને લાઈટ બિલ પણ ઓછું આવે છે.

ઉનાળામાં રાત-દિવસ એસી ચાલુ રાખતા હો તો આ સામાન્ય ટિપ્સ અપનાવો, કમ્પ્રેસર પર લોડ નહીં આવે અને લાઈટ બિલ પણ ઓછું આવશે..

એસી ચાલુ હોય ત્યારે સીલિંગ ફેન બંધ રાખવો

-એસી ચાલુ હોય ત્યારે ઘણાં લોકો સીલિંગ ફેન પણ ઓન રાખે છે. આવું કરવાથી એર ઓટોકટનો પ્રોબ્લેમ થાય છે. એટલે કે એસી ચાલુ હોય ત્યારે સીલિંગ ફેન ઓન રાખવાથી રૂમમાં ઝડપથી ઠંડો પવન ફેલાય જાય છે પણ તે એટલી જ ઝડપથી રૂમની બહાર પણ નીકળી જાય છે અને તેના કારણે રૂમ જલ્દી ગરમ થઈ જાય છે અને ટ્રેમ્પ્રેચર મેન્ટેન કરવા માટે એસીના કમ્પ્રેસર પર લોડ વધે છે અને તે લાંબો સમય ઓન રહેવાથી લાઈટ બિલ પણ વધુ આવે છે. જેથી ક્યારેય એસી ચાલુ હોય ત્યારે સીલિંગ ફેન ઓન રાખવો નહીં.

-આ સિવાય જો તમને ફેન વિના ન ચાલતું હોય તો તમે એક નાનો ટેબલ ફેન તમારા બેડ પાસે રાખી શકો છો. જે એસી ચાલુ હશે તો પણ કૂલિંગ અને એર ફ્લોને ઓટોકટ નહીં કરે, કારણ કે તેનો પવન આખા રૂમમાં નહીં ફેલાય. લાઈટ બિલ બચાવવું હોય તો એસીનું

ટેમ્પ્રેચર 23થી 25 સુધી ડિગ્રી રાખો

ઘણાં લોકો એવા હોય છે જે એસી ચાલુ કરે એટલે રૂમ જલ્દી ઠંડો કરવા માટે સીધું 17 ડિગ્રી ટેમ્પ્રેચર કરી દે છે, તેનાથી રૂમ જલ્દી ઠંડો તો થાય છે પણ તેના કારણે કમ્પ્રેસર પર લોડ વધે છે અને લાઈટ બિલ પણ વધુ આવે છે. જેથી એસીના કમ્પ્રેસર પર લોડ ન વધે તે માટે આઈડિયલી 23થી 25 ડિગ્રી એસીનું ટેમ્પ્રેચર રાખવું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો