અમદાવાદના યુવાનો સોશિયલ ‘મીડિયા’ છોડીને લાગ્યાં સોશિયલ ‘વર્ક’માં, રોજ 3400 ભૂખ્યાને કરાવે છે ભોજન

હાલ કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં સમય પસાર કરવાને બદલે સોશિયલ વર્ક કરવાની શરૂઆત કરી હતી. આ યુવાનો પણ એવા છે કે જેમણે ક્યારેય જાતે ભરીને પાણી પણ પીધું નથી, અને એક સારા હોદ્દા અને સારો બિઝનેસ કરી રહ્યાં છે આ યુવાનોમાં સમાજસેવાની ઈચ્છા થઈ અને કામ કરવામાં લાગી ગયા. તેઓ છેલ્લા 17 દિવસથી રોજના 3400 લોકોને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે, તે જોતા આજ સુધી 50,000 કરતા વધુ ફૂડ પેકેટ આપ્યા છે. જેમાં ખાસ તો પોલીસ કર્મચારી, હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી અને ગરીબોને રોજ બે ટાઇમ જમાડવાનો સંતોષ મેળવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દરરોજ 2 ટાઇમ 3400 લોકો માટે ગરમા-ગરમ અને નવું નવું ભોજન બનાવે છે

હજુ પણ જ્યાં સુધી જરૂર પડશે ત્યાં થાક્યા વિના ભોજન આપવા તૈયાર
અમદાવાદી યુવાન કશ્યપ જાની અને તેમના મિત્રોએ ભેગા મળીને આ અભિયાન શરૂ કર્યું છે. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા યુવાનોની ટીમ બનાવી રોજ 2 ટાઇમ 3400 લોકો માટે ગરમા-ગરમ અને નવું નવું ભોજન બનાવે છે, જેમાં ક્યારેક સ્વીટમાં સુખડી પણ હોય છે. આ સિવાય પુરી શાક, રોટલી, ભાખરી, શાક અને અલગ અલગ પ્રકારના ફરસાણ પણ આપે છે. આ અંગે કશ્યપ જાનીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન શરૂ થતાં જ અમે ભોજનની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા અને એક જગ્યાએ ભોજનની સામગ્રી ભેગી કરીને એક ટીમ બનાવી કામ શરૂ કર્યું છે. તેમજ જરૂરીયાતમંદ સુધી ભોજન પહોંચાડવા માટે અમે કલેકટર અને પોલીસનો સંપર્ક કરી એમના માર્ગદર્શન હેઠળ ભોજન પહોંચાડી રહ્યા છીએ અને હજુ પણ જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી થાક્યા વિના અમે ભૂખ્યાને ભોજન આપવા તૈયાર છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો