અમદાવાદમાં 18 વર્ષનો યુવાન સ્કૂલ કોલેજ બહાર જઈને ફી માફી માટે કરે છે ગાંધીગીરી, આખા શહેરમાં ફરી બેનર બતાવી ફી માફીની માગ કરે છે

હમણાં જ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લેવાના બદલે પોતાના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા તેમને પડતી તકલીફો સાથેના બેનર લઈને એક યુવાન રોજ સાયકલ પર નીકળે છે. 18 વર્ષનો આ યુવાન પોતે એક બેનર પહેરીને સમગ્ર શહેરમાં ફરે છે અને કોરોનાને પગલે લોકડાઉન બાદ ગરીબ પરિવારને ખાવાના ફાંફા છે. તેવા સંજોગોમાં તેમના બાળકોને કઈ રીતે ભણાવશે. તો તેમની ફી માફી કરવામાં આવે તેવો અનુરોધ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આખા અમદાવાદમાં ફરી બેનર બતાવી ફી માફીની માગ કરે છે

સરદારનગરમાં રહેતા તુષાર દેવડાએ જણાવ્યું હતું કે, મેં હમણાં ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા પાસ કરી છે. કોરોનાનાં લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. શહેરના ગરીબ પરિવારના લોકોને હાલ પોતાના જીવન નિર્વાહનો પ્રશ્ન છે. તેવા સમયમાં તેમને પોતાના બાળકોની ફી ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવે. જેથી મેં દરેક સ્કૂલ કોલેજના બહાર જઈને બેનર સાથે ઊભો રહું છું એટલું જ નહીં હું આખા અમદાવાદમાં ફરું છું અને લોકોને બેનર બતાવું છું. તેમજ હું એક માગ કરું છું કે કોરોનાનાં કારણે ગરીબની હાલત કફોડી છે ત્યારે તેમને ફી માફી આપવામાં આવે. તેમજ તે પરિવાર જ્યારે આર્થિક સ્થિતિ સારી થશે તો ફી પણ ભરશે પણ હાલ તેમને મદદ કરવામાં આવે તેવી વ્યવસ્થા થાય તે માટે આમ કરી રહ્યો છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો