અમદાવાદની રામભક્ત મહિલાએ 15 કિલો ચોકલેટથી ભવ્ય રામ મંદિર બનાવ્યું

રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15 કિલો ચોકલેટમાંથી આ રામ મંદિર બનાવાયું છે. શિલ્પાબેને 3 ફ્લોરનું રામ મંદિર ચોકલેટમાંથી બનાવ્યું છે. 30 પીલ્લરનો સમાવેશ કરીને આ મંદિર બનાવમાં આવ્યું છે. શિલ્પાબેન ભટ્ટે પ્રધાનમંત્રીને આ મંદિર આપવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તે શક્ય ન હોવાથી અમદાવાદના કોઈ રામ મંદિરમાં તેઓ આ રામ મંદિર આપશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સદીઓનાં લાંબા ઇંતઝાર બાદ અયોધ્યા રામજન્મભૂમિ રામ મંદિરનાં નિર્માણ માટે તૈયાર છે. 5 ઑગષ્ટનાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્માણની પહેલી ઈંટ રાખશે, તેની સાથે જ ઐતિહાસિક ઘટના બનશે. અયોધ્યામાં મંદિરના ભૂમિ પૂજન માટે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચુકી છે.

અયોધ્યાના રામમંદિરના શિલાન્યાસની ઐતિહાસિક ઘડીના સાક્ષી ગુજરાતના 5 અગ્રગણ્ય સંતો બનશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતશ્રીઓ મંગળવારે સવારે કર્ણાવતી એરપોર્ટ પરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે.

– શ્રી અવિચલ દાસજી – સરસા, આણંદ
– શ્રી પરમાત્માનંદજી – રાજકોટ
– શ્રી કૃષ્ણમનીજી મહારાજ – પ્રણામી સંત સંપ્રદાય
– શ્રી શંભુનાથજી મહારાજ- ઝાંઝરકા
– શ્રી મહંત સ્વામીજી મહારાજ – અક્ષર પુરષોત્તમ
– શ્રી માધવપ્રિયદાસજી – છરોળી ગુરુકુલ
– શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ- કર્ણાવતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો