‘દો’ રોટી દેશ કે નામ હેઠળ કામ કરતા અમદાવાદના યુવાન લોકોના ઘરેથી 2 રોટલી લઈને સાંજે સેંકડો ગરીબોને જમાડે છે

કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ આખામાં લોકો દહેસાતમાં છે. લોકો જ્યાં છે ત્યાંજ રહી ગયા છે અને જે લોકો રસ્તા પર છે તેમને મદદની જરૂર છે પણ હવે મદદ પણ ઓછી પડી રહી છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારના યુવાનોએ ‘દો’ રોટી દેશ કે નામથી ખાસ આયોજન કર્યુ છે. સમગ્ર વિસ્તારના લોકો પાસે આ યુવાનો માત્ર 2 રોટલી માંગે છે અને સાંજે આ ભેગી કરેલી રોટલીમાંથી સેંકડો લોકો જમેં છે. કોઈ વ્યક્તિ એક વ્યક્તિનું રોજ જમવાનું બનાવે તેના બદલે આ લોકો 2 રોટલી અને ગોળ ભેગો કરે છે જે સાંજ પડતા લોકોને પહોંચાડાય છે.

પોતાની પોકેટ મનીમાંથી ગરીબોને જમાડતા હતા

સમગ્ર વિસ્તારમાં આ રીતે વોલેન્ટિયર કામ કરે છે જે લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ રાખીને તેમના ઘરે જઈને 2 રોટલી મેળવે છે અને કોઈ ગોળ આપે તો પણ તેમની પાસેથી લઈને સાંજે ગરીબોને એક ટંક જમવાની વ્યવસ્થા કરે છે.’દો’ રોટી દેશ કે નામ હેઠળ કામ કરતા જમાલપુર વિસ્તારના યુવાન ફરહાન ખાને જણાવ્યું હતું કે, અમે પહેલા અમારી પોકેટ મનીમાંથી ભેગા થઈને ગરીબોને જમાડતા હતા પરંતુ ધીમે ધીમે લોકોની સંખ્યા વધતી ગઈ અને અમારા પૈસા પુરા થવા લાગ્યા પણ અમે ગરીબોનું અને ભૂખ્યા માટે કઈ કરવા માંગતા હતા.

જરૂરિયાતમંદોને મદદ કરવી એ હાલમાં મોટી દેશ ભક્તિ છે

જેથી અમે દરેક ઘરમાંથી 2 રોટલી લેવાનો વિચાર આવ્યો કારણ કે જમાલપુર વિસ્તારમાં મઘ્યમવર્ગના લોકો રહે છે તેમના ઘર પુરતુજ મર્યાદિત અનાજ હોય છે એટલે એ લોકો જે રોટલી બનાવે તેમાં 2 રોટલી વધારે બનાવે તો જરૂરિયાતવાળા લોકોને તે મદદ થઈ શકે અત્યારના સમયમાં આજ મોટી દેશ ભક્તિ છે અમે આ કાર્યક્રમમાં લોકોને સોસિયલ ડિસ્ટન્સ બની રહે અને લોકો ઘરમાંથી બહારના આવે તે માટે વોકેન્ટીયર માસ્ક બાંધીને નિશ્ચિત સમયમાં લોકોના ઘરેથી 2 રોટલી અને એક ટુકડો ગોળ ભેગો કરીને સાંજે લોકોને જમાડીએ છીએ કોઈ વ્યક્તિ અમને એમના ઘરમાંથી 1 કે 2 બટાકા અને ડુંગળી આપે તો અમે તેનું શાક બનાવીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો