અમદાવાદના ખાડા અને STએ લીધો MBBS યુવાનનો જીવ, યુવાનની એક્ટિવા ખાડામાં સ્લીપ થતા પાછળ આવતી STએ કચડી માર્યો

અમદાવાદમાં એક બાજુ મેયર સહિતની ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનર સહિતની વહીવટી પાંખ એકબીજા સાથે લડી રહી છે. બંને પાંખો દ્વારા અહમનો ટકરાવ ચાલી રહ્યો છે. પણ અમદાવાદની પ્રજાને આ બંને પાંખોથી કાંઈ મળતું નથી, મળે છે તો બસ મોત. વર્ષો વર્ષ નીકળી ગયા છતાં અમદાવાદના રસ્તાઓ આજે પર ચંદ્રની જમીન જેવાં જ છે. અને એસટીએ અનેક લોકોનો ભોગ લીધો છતાં આજે પણ તે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદના મેમ્કોમાં બની છે. જેમાં રસ્તા પર મસમોટો ખાડો હોવાને કારણે એક્ટિવા ચાલક યુવાન સ્લીપ થઈ ગયો હતો. જેને પાછળ આવતી એસટી બસે કચડી માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત 9 ફ્રેબુઆરીએ જ મેમ્કોમાં એસટી બસ પર ચઢવા જતી એક મહિલા બસની નીચે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું.

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પર અનેકવાર એસટી બસનાં અકસ્માતને કારણે મોતનાં કિસ્સાઓ બનતાં રહે છે. દર વર્ષે વરસાદ બાદ અમદાવાદનાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનરે તમામ રસ્તાઓ રિસરફેસ કરવા આદેશ આપ્યો હતો. પણ આદેશ ખાલી આદેશ જ રહી જાય છે, જ્યારે જમીની હકીકત પર અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અને આ જ બિસ્માર રસ્તાને કારણે એક આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પર મસમોટા ખાડાઓ છે. અને ત્યાં આગળ જ અમદાવાદ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે. તેમ છતાં મ્યુનિસિપલનાં કોઈ અધિકારીઓને આ ખાડા દેખાતા નથી, નથી દેખાતી ટ્રાફિકની સમસ્યા અને પૂરપાટ ઝડપે જતી મોતની એસટી બસો. ડોક્ટર યુવાનનું મોત થતાં સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી છવાઈ ગઈ હતી. અનેકવાર રજૂઆતો કરવા છતાં અમદાવાદમાં ભાજપની સરકાર કે મ્યુનિસિપલ કમિશનર સહિતનાં અધિકારીઓને આંખ આડા કાન કર્યા હતા. આ યુવાનનાં મોત માટે અમદાવાદના મેયર અને કમિશનર સામે હત્યાનો ગુનો નોંધાવો જોઈએ તેવી લોકો વાત કરી રહ્યા હતા.

એક મહિના અગાઉ 9 ફેબ્રુઆરીએ જ STને કારણે મહિલાનું મોત થયું હતું

9 ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે એસટી પીકઅપ સ્ટેન્ડ આવેલું છે. મેમ્કો ચાર રસ્તા ટ્રાફિકથી ધમધમકો વિસ્તાર છે. અને તેમાં પણ વચ્ચે બીઆરટીએસ કોરિડોર હોવાને કારણે ટ્રાફિકજામ હવે દરરોજની સમસ્યા બની ગઈ છે. તેવામાં એસટી બસ પકડવા માટે પણ લોકોને રસ્તા વચ્ચોવચ ઉભું રહેવું પડે છે. અને તેવામાં આજે આ કરુણ ઘટના મેમ્કો ચાર રસ્તા પાસે બની હતી. એસટી બસ પકડવા માટે લોકો પડાપડી કરે છે. તેવામાં એક મહિલા પણ બસ પકડવાનો પ્રયાસ કરી રહી હતી. બસ ધીમી સ્પીડે જઈ રહી હતી અને અંદર જવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. તેવામાં મહિલાનું બેલેન્સ બગડ્યું અને તેઓ સીધો રોડ પર પટકાયા હતા. અને તેમના પરથી બસની પાછળનું વ્હીલ પસાર થઈ ગયું હતું. જેને કારણે ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો