અમદાવાદમાં પત્નીને કોરોનાનાં હોવાની આશંકાએ પતિએ બે બાળકો સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શર્મસાર થઈ રહ્યા છે. અને તેવામાં પણ કોરોના મહામારીને લઈને પણ સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો છે કે, પતિ અને તેના પરિવારે કોરોના વાયરસ હોવાની શંકાને આધારે તેને અને તેનાં 2 બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદના આનંદનગર વિસ્તારનાં એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા પોતાના બે બાળકો સાથે રહે છે. 2010માં તેના લગ્ન વડોદરામાં રિયલ્ટી ડેવલોપર યુવક સાથે થયા હતા. ગત 3 મેના રોજ મહિલાની સાસુને હાર્ટ એટેક આવચાં તે સાસુની સેવા માટે વડોદરા ગઈ હતી. અને સાસુની બાયપાસ સર્જરી કરવા ત્યાં સુધી વહુએ તેમની સેવાચાકરી કરી હતી.
પણ હોસ્પિટલનાં ધક્કાઓ ખાવાને કારણે મહિલાને કોઈ ઈન્ફેક્શન લાગી ગયું અને તેને શરદી-ખાંસી થઈ ગઈ હતી. જેથી મહિલાની સાસુ, પતિ, નણંદ અને નણદોઈએ આ મહિલાને કોરોના વાયરસનું ઇન્ફેક્શન હોવાનું માનીને તેને કાઢી મુકી હતી. અને પતિએ અમદાવાદ સારવાર કરાવવા જા તેમ કહી કાઢી મૂકી હતી. આથી મહિલા પોતાના બે બાળકો સાથે પતિનાં આનંદનગર ખાતેના ફ્લેટ પર આવી ગઈ હતી.
જો કે, ડોક્ટરની સારવાર બાદ મહિલા એકદમ સ્વસ્થ થઈ ચૂકી હતી. જે બાદ 29 જૂને તેનો પતિ આનંદનગર ખાતેના ફ્લેટ પર આવ્યો હતો. અને ફ્લેટમાં રહેવા પર વાંધો ઉઠાવ્યો હતો. અને છૂટાછેડા લેવા માટેની ધમકી પણ આપી હતી. આમ મહિલાનો એકમાત્ર આશરો છીનવી જતાં મહિલાએ આ મામલે પતિ અને સાસરીયા વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

