‘મારા બોસે ચાવીના બહાને બોલાવી શારિરીક સંબંધો બાંધ્યા’, અમદાવાદમાં મહિલા સાથે ઓફિસમાં બોસ દ્વારા શારીરિક શોષણ થતું હોવાની ઘટનાઓ સામે આવી

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ સાથે ઓફિસમાં પણ બોસ દ્વારા શારીરિક શોષણ થતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી અમદાવાદમાં એક 29 વર્ષીય પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ પોતાની ઓફિસના બોસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ મને અલગ અલગ બહાને ઓફિસ બોલાવતા હતા, અને તેમને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. જેનો એક વીડિયો બનાવ્યો હતો. તેઓ મને દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. જેથી પરિણીતાએ કંટાળીને વાડજ પોલીસ સ્ટેશનમાં જઈ બોસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ જુનાગઢની 29 વર્ષીય મહિલા તેના પતિ અને પરિવાર સાથે હાલ અમદાવાદના ઘાટલોડિયામાં રહે છે. પરિણીતાએ થોડા સમય પહેલાં ઉસ્માનપુરામાં આવેલી એક કૉમ્યુનિકેશન ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જેના માલિક મુકેશ રાજપૂત હતા. ઓફિસમાં અન્ય સાત જેટલી યુવતીઓ પણ નોકરી કરતી હતી.

ઉસ્માનપુરાની આ ઓફિસમાં બેન્કનો ડેટામાં લીડ મેળવી તેમાં કોલ કરી ક્રેડિટ કાર્ડ આપવાનું કામ યુવતીને કરવાનું રહેતું હતું. એક દિવસ પીડિત યુવતી બસસ્ટેન્ડ પર હતી ત્યારે મુકેશે ફોન કર્યો અને તે બીજા દિવસે નથી આવવાનો જેથી ચાવી લેવા માટે યુવતીને ઓફિસે બોલાવી હતી. અન્ય સ્ટાફ જતો રહ્યો હોવાથી બંને એકલા હતા જેથી મુકેશે તે સમયનો લાભ લઇ તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા.

ત્યારબાદ બાદમાં એક દિવસ ચાર્જર ભૂલી ગઇ છે તે લઇ જા તેમ કહી તેને ઓફિસ બોલાવી હતી. યુવતીએ સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાવવાનું કહેતા તેણે ધમકી આપી યુવતીને ઓફિસમાં બોલાવી હતી અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો.

પરિણીતાએ આ ઘટનાથી ગભરાઈ જઈને મુકેશના તાબે ન થવા કહેતા મુકેશે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા મહિલાએ વાડજ પોલીસસ્ટેશનમાં મુકેશ રાજપૂત સામે આઇપીસી 376,376(સી), 376(2) (એફ),376 (2) (કે), 376 (2) (એન), 506 (2)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો