અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે, સસરાએ પુત્રવધૂને બાથમાં ભરી કહ્યું ‘બસ એકવાર’

સંબંધોમાં જ્યારે મર્યાદા ચૂક થાય છે ત્યારે તેનું કાયમ માટે અસ્તિત્વ ભુંસાઈ જાય છે. સસરા અને પુત્રવધુનો સંબંધ પણ પિતા અને દીકરીના સંબંધ જેટલો જ પવિત્ર માનવામાં આવે છે જોકે આજકાલ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે અંગે જાણીને આપણું માથું પણ શરમથી નીચુ થઈ જાય. તેમજ આવા નરાધમોને આકરી સજા કરીને સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી સમાજમાં વધી રહી છે. સંસ્કારોનું સતત ધોવાણ અને સ્વાતંત્રતાના નામે સ્વચ્છંદતાનો સતત વધારો સમાજમાંથી સારા-નરસા, યોગ્ય-અયોગ્યના ભાનનો લોપ કરી રહ્યો છે. તેવામાં આવી જ એક શરમજનક ઘટના અમદવાદમાં પોલીસ ચોપડે નોંધાઈ છે.

શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધુએ આરોપ મૂકતા પોતાના જ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ પુત્રવધૂએ આક્ષેપ કર્યો છે કે તે રસોડામાં કામ કરતી હતી તે દરમિયાન તેના પરિવારજનો સુતા હતા અને તેના સસરા રસોડામાં આવી ગયા હતા અને બાદમાં મહિલા ને બાહોપાશ માં જકડી લીધી હતી. સસરાએ પુત્રવધૂને સ્પર્શ કર્યો હતો અને શરીરના અલગ અલગ અંગ ઉપર સ્પર્શ કરી સસરાએ છેડતી કરી હતી અને બાદમાં કહ્યું કે આજે મને મોકો મળ્યો છે એક વાર તારી સાથે સુઈ જવા દે. જોકે મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને આખરે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે સસરા વિરૂદ્ધ પુત્રવધૂની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના બાપુનગરમાં 34 વર્ષીય પરિણીતા તેના સાસરિયાઓ સાથે રહે છે. તેનો પતિ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. એક દિવસ સવારે સાતેક વાગ્યાના સુમારે મહિલાનો પતિ નોકરી પર ગયો હતો અને તેની સાસુ ઉપરના રૂમમાં સૂતી હતી અને આ મહિલા રસોડામાં ઘરનું કામ કરતી હતી. તે દરમિયાન તેના સસરા રસોડામાં આવ્યા હતા. બાદમાં સસરાએ આ મહિલાને પાછળથી બાથમાં જકડી લીધી હતી અને પાછળથી મહિલાની છાતીમાં હાથ નાખી સ્પર્શ કર્યો હતો આટલું જ નહીં સસરાએ પુત્રવધૂની સાડી ખેંચવાનો પ્રયત્ન કરતાં મહિલાએ સસરાને તેને છોડી દેવાનું કહ્યું હતું.

સસરાએ પુત્રવધૂને જણાવ્યું કે બહુ દિવસે આજે મને મોકો મળ્યો છે મને એકવાર તારી સાથે સુઈ જવા દે અને જો તું મારું કીધું નહીં કરે તો તને બદનામ કરી નાખીશ અને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી આ મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો 15 વર્ષીય દીકરો જાગી જતા મહિલાના સસરા ત્યાંથી બહાર જતા રહ્યા હતા. જેથી મહિલાએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે સસરાથી ત્રાસીને મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સસરાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો