અમદાવાદમાં ચોરીનો ગજબ કિસ્સો આવ્યો સામે! મહિલાને ફોન કરી સરનામું પુછ્યું, પછી ઘરે પહોંચી બે મહિલાએ કરી લાખોની ચોરી

શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક મહિલા બે ચોર મહિલાનો (women thief) એવો શિકાર બની કે આ મહિલાઓને ઘરમાં બોલાવવી ભારે પડી ગઈ. આ મહિલા પહેલા ચાંદલોડિયા ખાતે રહેતા હતા બાદમાં ગોતા રહેવા ગયા હતા. જ્યાં અગાઉ ઘી વેચવા વાળા બહેને સંપર્ક કરી તેમના ઘરે પહોંચ્યા અને બાદમાં વાતોમાં ભોળવી તેમના ઘરમાં ચોરી (house theft) કરી હતી. સમગ્ર મામલે સોલા પોલીસને (sola police) જાણ કરાતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના ગોતા માં આવેલા આઈ.સી.બી પાર્કમાં રહેતા વિજયા બહેન પંચાલ ભાડેથી રહે છે. તેમના પરિવારમાં પતિ તથા એક દીકરો અને દીકરી છે. પહેલા તેઓ ચાંદલોડિયા ખાતે રહેતા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેઓ એક બહેન પાસેથી ઘી લેતા હતા. બાદમાં તેઓ ગોતા ખાતે રહેવા આવતા ઘી વેચવા વાળા બહેન સાથે સંપર્ક ઓછો થઈ ગયો હતો. ગત ૫મી માર્ચ ના બપોરે વિજયાબેન તેમના ઘરે હતા. ત્યારે તેમના મોબાઇલ ફોન પર એક બેનનો ફોન આવ્યો હતો તે બહેને જણાવ્યું કે “હું તમારા ત્યાં ઘી વેચવા આવતી હતી તે બહેન બોલું છું, તમે ક્યાં રહેવા જતા રહ્યા તમારું સરનામું આપો હું તમારા ત્યાં ઘી વેચવા આવું અને મારે તમારું એક કામ છે”.

જેથી વિજયા બહેને બે મહિલાને પોતાના નવા ઘરનું સરનામું આપ્યું હતું. બાદમાં બપોરે ઘી વેચવાવાળા આ બહેન તેમની સાથે બીજા એક બહેનને લઈને ઘર પાસે આવ્યા હતા અને વિજયા બેનને જણાવ્યું કે મારે તમારું એક કામ હતું મારી દીકરીના લગ્ન માટે મારે તમારી પાસેથી એક લાખ રૂપિયા જોઈએ છે તો તમે મને થોડી મદદ કરો.

જેથી વિજયાબેન એ જણાવ્યું કે મારી પાસે એટલા બધા પૈસા તો નથી પણ હું તમને દસ હજાર જેટલા રૂપિયા આપીશ. આ મહિલાની સાથે આવેલી અન્ય મહિલાએ જણાવ્યું કે હું તમારી પાસેથી પૈસા લઇને કઈ વસ્તુ આપીશ અને તેના બદલામાં રૂપિયા લઈશ. બાદમાં આ પ્રકારની વાતો માં વિજયાબેન ને વ્યસ્ત રાખ્યા હતા.

આ પ્રકારની વાતો દરમ્યાન ઘી વેચવા વાળી મહિલાની સાથે આવેલી અન્ય મહિલાએ વિજયાબેનના ઘરમાં ગઈ હતી અને બાદમાં અચાનક તે મહિલાના ઘરમાંથી નીકળતા જોઈ હતી. જેથી વિજયાબેન ને શંકા જતા ઘરમાં જઈને તપાસ કરી તો બેડરૂમમાં કબાટ ખુલ્લો જણાઇ આવ્યો હતો.

કબાટમાં રાખેલ આ 1,60,000 અને 30 હજારની સોનાની ચેન અને એક ફોન રૂમમાં જણાયો નહોતો. જેથી ઘી વેચવાના બહાને આવેલી બંને મહિલાઓ એ ઘરમાં ઘૂસીને નજર ચૂકવી ચોરી કરી હતી. બાદમાં વિજયાબેન ઘરની બહાર આવ્યા અને જોયું તો તે બંને મહિલા જણાઇ આવી નહોતી. આ મહિલાઓ રિક્ષામાં બેસીને ત્યાંથી જતી રહી હતી. જેથી આ અંગે વિજયાબેન ને સોલા પોલીસને જાણ કરતા પોલીસે 1.95 લાખની મહિલાઓ સામે ગુનો નોંધી તે બંનેને પકડવા તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો