અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ શરતો સાથે આજથી શાકભાજી, અનાજ અને કરિયાણાની દુકાનો ખુલશે

કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે જાણીતા સિનિયર IAS રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે સંક્રમણના ફેલાવાના મૂળ પર જ આકરો ઘા કરવારૂપે આકરાં પગલાં જાહેર કર્યા હતાં. હવે રાજીવકુમાર ગુપ્તાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ અમદાવાદના શહેરીજનો માટે એક મોટા સમાચાર છે. ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં 24 કલાકમાં 365 નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ 9,267 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 566 અને 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે ત્યારે આ સમાચાર અમદાવાદ માટે મહત્વના છે. જે લોકો ઘરમાં કેદ છે અથવા કરિયાણુ તેમજ જીવનજરૂરી વસ્તુની ખરીદી કરવા માટે તેઓ માટે આ સમાચાર મહત્વના છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના મહામારીના કારણે દેશમાં બે મહિના સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેમજ અમદાવાદમાં તો આ લોકડાઉનનું સખ્તાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે કારણ કે માત્ર અમદાવાદમાં જ કોવિડ-19ના 6 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. જીહા આ વાત અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશામાં કહી છે.

અમદાવાદમાં કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળતા વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તા વીડિયોમાં કહ્યું કે આજથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળ અને કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. આ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે આ નિયમોનું તમામ લોકોએ પાલન કરવાનું રહેશે.

અમદાવાદમાં આજથી બધું ખુલ્લું પણ આ શરતે..

 દવા અને દૂધ ઉપરાંત શાકભાજી, ફળફળાદિ, અનાજ અને કરિયાણાનું વેચાણ આવતીકાલથી શરૂ

– અમદાવાદ મ્યુનિ. દ્વારા 17 હજાર વેન્ડર્સનું હેલ્થ સ્ક્રીનિંગ કરીને તેમને સાપ્તાહિક કાર્ડ આપવાનું કામ ચાલુ

 ખરીદી માટે બજારો દરરોજે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.

– આ માટે સવારે 8થી 11 મહિલાઓ અને બાળકો જાય, અને પછી પુરુષો જાય તેવી વિનંતી

 આ વેચાણ સતત ચાલુ રહેશે, માટે ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ

 દરેક શહેરીજનને પોતાની જરૂર પૂરતી જ રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે હાકલ

 ખરીદી માટે જતાં દરેકે જાહેર શિસ્ત દાખવવી પડશે કારણ કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી

 ખરીદી કરવા આવેલા બીજા લોકોથી 2 વાર (6 ફૂટ)નું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

 ખરીદી કર્યા બાદ દરેકને ઘરે આવીને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ.

 સામાન્ય જીવનમાં પણ હવે પછી સેનિટાઈઝ રહેવા ઉપરાંત આટલું રોજેરોજ કરવાનું સૂચન.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો