અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો: પ્રેમીઓને ખુશ રાખવા પત્ની અને દૂરની નણંદે ઘરમાં જ લાખોની ચોરી કરી

આજકાલના જમાનામાં લગ્નેત્તર સંબંધોનું ચલણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં થયેલી લાખોની ચોરીને લઈને પતિએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમી સાથે સંબંધ સાચવવા અને કિંમતી ગિફ્ટ આપવા માટે પત્નીએ દૂરની થતી નણંદ સાથે મળીને પોતાના જ ઘરમાં ચોરી કરી કરી હતી. હવે પોલીસે આ બંને મહિલાઓની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ તો પુત્રવધૂને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. પણ આ પુત્રવધૂએ તો ઘરમાં જ હાથ સાફ કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વટવામાં રહેતા મહિલાના પતિ મનન પટેલે ઘરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે 22 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યાથી સાંજે સાત વાગ્યાની વચ્ચે ઘરમાંથી કોઈ અજાણી વ્યક્તિ પાછળના દરવાજેથી પ્રવેશી હતી. જેણે મંગળસૂત્ર, હાર અને સોનાની બંગડી સહિત 8.25 લાખની મત્તા ચોરી હતી.

પોલીસે આ કેસની તપાસ દરમિયાન ક્રાઈમ સીનની ફોરેન્સિક તપાસ કરાવી હતી. જેમાં માત્ર એક જ વ્યક્તિના ફિંગર પ્રિન્ટ મળ્યા હતા. આ ફિંગર પ્રિન્ટ બીજા કોઈ નહીં પરંતુ મનનની પત્ની રિદ્ધિના હતા. પોલીસે આ મામલે રિદ્ધિની કડક પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી દેતા કબૂલાત કરી હતી કે તેણે જ ઘરમાંથી દાગીના ચોર્યા હતા.

પોતાના જ ઘરમાં ચોરી કરવાનું જ્યારે રિદ્ધિએ કારણ આપ્યું ત્યારે માત્ર તેનો પતિ જ નહીં, પરંતુ પોલીસ પણ ચોંકી ગઈ હતી. રિદ્ધિએ જણાવ્યું હતું કે તેને એક અપરિણીત યુવક સાથે પ્રેમસંબંધો હતા. તેને ઈમ્પ્રેસ કરવા માટે તેણે ઘરમાંથી દાગીના ચોરીને પ્રેમીને 92 હજાર રુપિયાનો આઈફોન અપાવ્યો હતો. રિદ્ધિએ એવું પણ કબૂલ્યું હતું કે તેણે દાગીના ચોરીને મનનની સંબંધમાં બહેન થતી રોહિણીની પાસે મૂક્યા હતા.

પોલીસે જ્યારે રોહિણીના ઘરની તપાસ કરી ત્યારે કેટલાક દાગીના મળી આવ્યા હતા. થોડા દાગીના રિદ્ધિ પાસેથી પણ જપ્ત કરાયા હતા. પોલીસે રોહિણીની પૂછપરછ કરી ત્યારે તેણે પણ મોટો ધડાકો કર્યો હતો. રોહિણીએ કબૂલ્યું હતું કે રિદ્ધિએ ચોરેલા દાગીના વેચીને તેણે પોતાના પ્રેમીને રુપિયા આપ્યા છે. પોતાના પ્રેમીને ધંધામાં ખોટ ગઈ હોવાથી તેને મદદ કરવા માટે તેણે રિદ્ધિનો સાથ આપ્યો હોવાની રોહિણીએ કબૂલાત કરી હતી. વટવા પોલીસે આ મામલે રિદ્ધિ અને રોહિણીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો