અમદાવાદમાં વિકૃત પતિની કરતૂત! અશ્લિલ ફિલ્મો જોઈ પત્ની પાસે કરતો અપ્રાકૃતિક સેક્સની માંગણી, અને પછી…

અત્યારના ભદ્રસમાજમાં ઘરેલું હિંસાના (Domestic violence) કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. પરિણીતાઓ ઉપર દહેજ કે અન્ય કિસ્સામાં સાસરિયાઓ અને પતિ દ્વારા ત્રાસ આપવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરિણીતાઓ ઉપર ત્રાસ આપવાની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ પ્રમાણે વિકૃત પતિ પોર્ન ફિલ્મો જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માંગણી (Husband’s unnatural sex demand) કરતો હતો જો પત્ની આ અંગે વિરોધ કરતી તો તેને માર મારવાનો આરોપ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શરમજનક ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં 45 વર્ષીય મહિલા પોતાના પતિ અને પરિવાર સાથે રહે છે. 45 વર્ષીય પરિણીતાએ નવરંગુપાર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિલા ખાનગી કંપનીમાં કામ કરે છે જ્યારે તેનો પતિ આઈટી કંપની ચલાવે છે. તેનો પતિ તેણી સાથે અપ્રાકૃતિક સેક્સ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

પતિએ લગ્ન બાદ નાની નાની બાબતોમાં મારઝૂડ કરવાનુ શરુ કર્યું
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેનો પતિ તેના ઉપર નાની નાની અને સામાન્ય બાબતોમાં તેની સાથે મારઝૂડ કરવાનું શરુ કર્યું હતું. મહિલાનું જણાવવું છેકે પતિ જ્યારે અપ્રાકૃતિક સેક્સ કરવા માટે દબાણ કરતો અને જો મહિલા તેનો વિરોધ કરતો તો તેને માર મારતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પતિ અશ્લિલ ફિલ્મો જોઈને તેના પ્રભાવમાં આવીને અપ્રાકૃતિક સેક્સ કરવા માટે પત્ની ઉપર દબાણ કરતો હતો. મહિલાના આધારે પોલીસે 377 અને ઘરેલું હિંસા હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.

થોડા દિવસ પહેલા જ ઘરેલું હિંસાની બની હતી ઘટના
ફતેહવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના સાસરિયાએ લગ્નનાં બે વર્ષ સુધી સારી રીતે રાખેલ બાદમાં તેના સાસુ સસરા નાની નાની બાબતોમાં કામકાજ માં વાંક કાઢી ને હેરાન પરેશાન કરવા લાગેલ. કામ કાજમાં કઈ ભૂલ થઈ જાય તો તું તારા માં બાપને ત્યાંથી કશું શીખીને નથી આવી, તેને કઈ કામ કરતા નથી આવડતું કહીને મેણા ટોણા મારતા હતા. અને તારે તારામાં બાપને ત્યાં જવાનું નથી અહીં જ રહેવાનું છે તેમ કહીને ત્રાસ આપતા હતા.

જો કે આ બાબતની જાણ પરિણીતા તેના પતિને કરે તો તેના પતિ ઘરમાં રહેવું હોય તો બધું સહન કરવું પડશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતા હતા. તેમના વતન માં ફંકશન માં જવાનું હતું જો કે પરિણીતાએનાં પડતા તેના પતિ અને સાસુ સસરાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અને આજે સવારે તેની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને તેના પતિએ તેને ગળદાપાટુનો મારી મારી પટ્ટા વડે માર માર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો