અમદાવાદમાં ફિલ્મી સીન જેવા દ્રશ્યો સર્જાયા: કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો સામાન્ય બની ગયા હતા. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ક્રાઈમ બ્રાન્ચમાં (crime branch) ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એ પી જેબલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ગત મોડી રાત્રે ખાનગી વાહન પર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ખૂનની કોશિશ સહિત ગુનામાં પકડાઈ ચૂકેલ અને હાલ વેજલપુરના કેટલાક ગુનામાં વોન્ટેડ આરોપી હારુનશા ઉર્ફે હારુન બાવા અને સાહિલ ઉર્ફે મચ્છી અજમેરી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર પર જીવરાજ બ્રિજથી શ્યામલ ચાર રસ્તા થઇને શિવરંજની ચાર રસ્તા તરફ આવનાર છે.

જેથી પોલીસ વોચ ગોઠવીને આરોપીને પકડવા માટે કામે લાગી હતી. જો કે આરોપીઓ માથાભારે હોવાથી અન્ય સ્ટાફને પણ બોલાવવા માટેની તજવીજ કરી હતી. દરમિયાન બાતમીના આધારે બંને આરોપીઓ ત્યાંથી પસાર થતાં પોલીસે તેઓને અટકાવ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચ તરીકેની ઓળખ આપી હતી.

જોકે બંને આરોપીઓએ પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વખતે હારુનશાએ બૂમ પડીને સાહિલને તેની પાસે રહેલ છરો આપવા માટે કહ્યું હતું. સાહિલએ છરો આપતા જ હારુનશાએ પોલીસને ધમકી આપી હતી કે અમને પકડવાની કોશિશ કરી તો આ છરાથી જાનથી મારી નાખીશ, તેમ કરવામાં હું જરાય ખચકાઈશ નહિ. તેમ કહીને સાહિલને પણ પોલીસ પર હુમલો કરવા માટે કહ્યું હતું.

જ્યારે હારુનશાએ પી એસ આઈને છરો મારવાની કોશિશ કરી હતી પરંતુ પી એસ આઈ એ સમય સૂચકતા દાખવતા તેમનો બચાવ થયો હતો. જો કે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલના માથાના ભાગે છરો મારવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ હાથ પકડી લેતા પી એસ આઈને હાથના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી.

પીએસઆઇએ તેમની સર્વિસ રિવોલ્વર બતાવી ને આરોપીને છરો ફેંકી દેવા માટે કહ્યું હતું, પરંતુ બંને આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસએ પીછો કરીને બળજબરીથી હારુનશાને ઝડપી લીધો હતો. અને સાહિલ નાસી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો