અમદાવાદમાં કોરોનાના સંક્રમણથી બચવા શાકભાજીના વેપારીએ અપનાવ્યો ગજબનો આઇડિયા

કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી હવે શાકભાજીના વેપારી (Vegetable Trader)ઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે શહેરના કરાઇ રોડ પર નરોડાના વેપારીએ જોરદાર આઈડિયા અપનાવ્યો છે. આ આડિયાથી ગ્રાહકને શાકભાજી પણ મળી રહે અને કોરોનાના સંક્રમણ (Corona Infection)નો ભય પણ ન રહે. આ માટે શાકભાજી લેવા આવનારા ગ્રાહકો પાસેથી નાણા પણ વેપારી એક પવાલીમાં નખાવે છે. આ રૂપિયા સેનિટાઈઝ કરીને ઉપયોગમાં લે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોનાના વધતા કેસોથી વાયરસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. જેમ જેમ કેસો વધી રહ્યા છે તેમ તેમ તંત્રની ચિંતા પણ વધી રહી છે. તેમાંય શાકભાજીના વેપારીઓ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જેના પગલે શાકભાજી વેચનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો જ છે, સાથે સાથે શાકભાજી ખરીદનાર ગ્રાહકોમાં પણ ડર પેસી ગયો છે. અનેક લોકોએ તો શાકભાજી ન ખવાનું જ મન બનાવી લીધું છે.

આ તમામ હકીકત વચ્ચે અમદાવાદના કરાઈ રોડ પર નરોડાના એક વેપારીએ કોરોનાના સંક્રમણથી બચવાનો અને શાકભાજી વેચવાનો જોરદાર આઈડિયા અપનાવ્યો છે. આ વેપારી પોતે ઓર્ગેનિક શાકભાજી વેચે છે. વેપારીનું પોતાનું ખેતર છે અને ખેતર આગળ જ ખેતરમાં ઉગાડેલું અને કોઇપણ પ્રકારના કેમિકલ વગરનું શાકભાજી વેચે છે.

લોકડાઉન જાહેર થતા આ વેપારીને ત્યાં શાકભાજી લેવા માટે ગ્રાહકોની પડાપડી થતી હતી જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હતું. તેમાં પણ શાકભાજીના વેપારીઓના સંક્રમણના સમાચાર જાહેર થતા આ વેપારીની ચિંતા વધી હતી. આ ચિંતાની વચ્ચે તેણે એક આઈડિયા શોધી કાઢ્યો છે. વેપારીએ ભીડ ન થાય તે માટે એ જગ્યા કોર્ડન કરી રાખી છે. સાથે જે ગ્રાહક આવે તે વેપારને ઓર્ડર લખાવે છે.

વેપારીના પત્ની તે ઓર્ડર મુજબનું શાક બેગમાં ભરી આપે છે. જે બાદમાં એ બેગ એક ટેબલ પર મૂકી દેવાય છે. બાદમાં શાકભાજીની જે કિંમત થઈ હોય તે કિંમતના રૂપિયા ગ્રાહક ટેબલની બાજુમાં રાખેલા પવાલીમાં નાખી દે છે.

જો ગ્રાહક કિંમત કરતા વધુ રૂપિયા આપે તો વેપારી ડિસઇન્ફેકટ કરેલી નોટો ગ્રાહકને પરત કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રાહકે કોઈ શાકભાજીને હાથ લગાવવાનો નથી રહેતો. શાકભાજી ઓર્ગેનિક હોવાથી ખરાબ હોવાની પણ સમસ્યા નથી રહેતી. આ ઉપરાંત ગ્રાહક અને વેપારી કોઈ એકબીજાના સીધા સંપર્કમાં પણ આવતા નથી. મહત્વનું છે કે હાલ શાકભાજીની ખરીદીમાં માર્કેટમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેવામાં વેપારીનું આ આયોજન અન્ય વેપારીઓ માટે શીખ સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો