અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત, તમામ મૃતકો ભરૂચના રહેવાસી

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. મહેમદાવાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, અકસ્માતને પગલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

મળતી માહિતી પ્રમાણે 5 લોકો અર્ટિગા કારમાં ભરૂચથી અમદાવાદ જતા હતા. તે દરમિયાન ખેડા જિલ્લાની હદમાં આવા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે માકવા ગામ પાસે આગળ જતા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. મહેમદાવાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ

  • 1. પ્રગ્નેશ અશ્વિન જોષી( ઉંમર 51, રહે- ખેડબ્રહ્મા)
  • 2. મહેન્દ્ર રામસિંહ ચૌહાણ(ઉંમપ-ર 38, રહે-ભરૂચ)
  • 3. રિગ્નેશ અરવિંદ પટેલ(ઉંમર 40, રહે- કરજણ)
  • 4. બિરિન્દર રાજેન્દ્ર શાહ(ઉંમર 42, રહે- બિહાર)
  • 5. રાજેશ મગનભાઈ પટેલ( ઉંમર 48, રહે- ભરૂચ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો