અમદાવાદ: હું મોટો ગેંગસ્ટર છું, તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપનાર માથાભારે ‘ભુરિયો’ ઝડપાયો

હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયાનો પાવર છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. શહેરના દાણીલીમડા વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી અજીજુર રહેમાન ઉર્ફે ભુરીયોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદી ઇમરાન શેખ ૧૩મી સપ્ટેમ્બરના દિવસે દાણીલીમડા ખાતે આવેલ તેમની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન આરોપી તેમની ઓફિસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી રેસીડેન્સી સ્કીમમાં ટોરેન્ટ પાવર નું કનેક્શન છે તે તમામ કનેક્શન કાઢી નાખો અને મારી પાસેથી ગેરકાયદેસર વીજ કનેક્શન ખરીદ કરો.

જોકે ફરિયાદીએ ના પાડતા આરોપીએ ધમકી આપી હતી કે જો તમે મારી પાસેથી વીજ જોડાણ ખરીદશો નહીં તો તમારી સાઇટ તોડાવી નાખીશ. અને હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયા નો પાવર છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. જો કે આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોવાથી ફરિયાદીએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી.

બાદમાં નવેમ્બર મહિનામાં ફરિયાદીને ધંધા અર્થે દુબઈ જવાનું થતાં તેઓ દુબઇ ગયા હતા ત્યારે આરોપી તેના ઘરે આવી ગયો હતો અને ફરિયાદીને ફોન કરીને ધમકી આપી હતી કે જો તું મને રૂપિયા 10 લાખ નહીં આપે તો તારો ધંધો બંધ કરાવી દઈશ.

હું આજે પૈસા લીધા વગર જવાનો નથી જો તું મને પૈસા નહીં આપે તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશ. જેથી ફરિયાદીએ ગભરાયને તેના કારીગર મારફતે આરોપીને 30000 રૂપિયા આપ્યા હતા.

બાદમાં પણ આરોપી અન્ય રૂપિયા માટે વારંવાર ફરિયાદીને ધમકાવતો હોવાથી અંતે ફરિયાદીએ આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. આરોપી સામે અગાઉ પણ ગાંધીનગર સહિત અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સાત જેટલા ગુના દાખલ થયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો