અમદાવાદમાં સામે આવ્યો શરમજનક કિસ્સો! દારૂની મહેફીલ માણતા સોસાયટીના સભ્યોએ ચેરમેન મહિલા પ્રોફેસરના કપડાં ફાડ્યાં, કમર પકડીને ઘસેડ્યાં

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક નરાધમો એ એક મહિલા પ્રોફેસરની (Female professor) લાજ લૂંટવાનો પ્રયાસ કરતા પોલીસ (police) ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની ફરિયાદ પ્રમાણે ઉશ્કેરાયેલા યુવકો પૈકી એકે તેમની છાતી ઉપર હાથ માર્યો હતો. જ્યારે એકે તેમના કપડા ખેંચીને ફાડ્યા હતા. જ્યારે એકે તેમની કમર પકડીને ઘસેડ્યા હતા. મહિલાએ ફરિયાદ ન કરી પરંતુ એક યુવકે તેમને ફોન ઉપર ધમકી આપતા મહિલા પ્રોફેસરે પોલીસ ફરિયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફરિયાદી મહિલા આ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ચેરમેન છે. જેમના સોસાયટીના સભ્યોનું એક વ્હોટસએપ ગ્રૂપ છે. જે ગ્રૂપમાં સોસાયટીને લગતા મેસેજ કરવામાં આવે છે. 28મી મેના દિવસે રાત્રીના 12 વાગ્યાની આસપાસ ગ્રૂપમાં એક મેસેજ આવ્યો હતો કે સોસાયટીના કૉમ્યુનિટી હોલમાં (Community Hall of the Society) દારૂની મહેફીલ (liquor party) ચાલી રહી છે.

જેથી મહિલા પ્રોફેસર સોસાયટીની સિક્યુરિટી સાથે ત્યાં પહોંચ્યા હતા. તો સોસાયટીના લોકોના ટોળા ત્યાં જોવા મળ્યા હતા. જેથી તેમને અહી એકઠા થયેલા લોકોને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. અને લોકોને ઘરે જવા માટે કહ્યું હતું. જો કે ફરિયાદીનો આરોપ છે કે આ દરમિયાન સોસાયટીના છ જેટલા સભ્યો ઉશ્કેરાઈ ગયા અને તેમને ધમકી આપી હતી કે તમે હિન્દી છો, છતાં સોસાયટીનો વહીવટ કરો છો. રાજીનામું આપી દો નહિતર તમને જીવવા નહિ દઈએ. તેમ કહી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે ફરિયાદીએ આમ ના કરવાનું કહેતા ધવલ નામનો આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાના છાતી પર હાથ માર્યો હતો. એટલું જ નહિ જયપાલસિંહ નામના આરોપી એ તેમના કપડા ખેંચીને ફાડી નાખ્યા હતા. જ્યારે ભાવેશ નામના આરોપી એ તેમની કમર પકડી તેમને ઘસેડ્યા હતા.

આ સમયે મહિલાએ આરોપી ઓ સામે કોઈ ફરિયાદ કરી ના હતી. પરંતુ બાદમાં જયપાલસિંહ નામના વ્યક્તિઅ તેમને ફોન કરી ડરાવ્યા હતા. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો